તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિલફુલ ડિફોલ્ટરોને કારણે બેંકોના 13 લાખ કરોડ ડૂબ્યા: 29મીએ બેંક હડતાળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : રાષ્ટ્રીયકૃત  અને ખાનગી બેંકોમાંથી જંગી રકમની લોન લઈને પરત ન ચૂકવનાર ડિફોલ્ટરોની સંખ્યા વધતી જાય છે અને આ પ્રકારે વિલફુલ ડિફોલ્ટર થયેલાઓને કારણે અંદાજે રૂ. 13 લાખ કરોડના શકમંદ લેણાં થઈ ગયા છે. જંગી લોન લીધા પછી તે ભરપાઈ ન કરવાને કારણે બેંકોની નોન- પરફોર્મિંગ એસેટ્સ પણ વધી ગઈ છે. આ પ્રકારના ડિફોલ્ટરો સામે કડક પગલાં લઈ શકાય તે માટે કાનૂની જોગવાઈઓમાં સુધારા કરીને તેમજ ત્રણ મહિનામાં કેસની પતાવટ કરીને કસૂરવારને કેદ અને દંડ સહિત આકરી સજા ફટકારવાની મહાગુજરાત બેંક એમ્પ્લોયીઝ એસોસિએશને માગણી કરી છે.

કસૂરવારને કડક સજા ફટકારવાની મહાગુજરાત બેંક એમ્પ્લોયીઝ એસો.ને માગ

પ્રજાના કરોડો રૂપિયા ડૂબાડનાર વિલફુલ ડિફોલ્ટરોની યાદી જાહેર કરાઈ છે. પ્રજાના પૈસા પરત લાવવા અને બેંકોના મર્જર સહિતના મુખ્ય મુદ્દે તા.29 જુલાઈ દેશવ્યાપી બેંક હડતાળનું એલાન અપાયું છે. આ એસો.ના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, બેંક એસોસિને માર્ચ, 2016 સુધીમાં 5,610 વિલફુલ ડિફોલ્ટરની યાદી જાહેર કરી હતી અને તેમાં રૂ. 50 હજાર કરોડથી વધુ નાણાં ફસાયેલ હતા. બેંકોને લોન ન ચૂકવનાર કેટલાંક બિઝનેસમેન વગેરેને રિસ્ટ્રક્ચરિંગ લોન સહિત કુલ રૂ.13 લાખ કરોડ નાણાં સલવાઈ ગયા છે.
 
ટોચના 7 વિલફુલ ડિફોલ્ટર
નામરકમ (કરોડ)
વિનસમ ડાયમન્ડ એન્ડ જ્વેલરી2,266
ઝૂમ ડેવલપર્સ1,710
કિંગ ફિશર એરલાઈન1,201
ફોરએવર પ્રેસિયસ જ્વેલરી & ડાયમન્ડ્સ1,002
બીટા નેપ્થોલ 958
ડેક્કન ક્રોનિકલ884
એસ. કુમાર્સ નેશનવાઈડ600
 
રાષ્ટ્રીયકૃત બેંકોની NPA

2013    1,17,000
2013    1,64,461
2014    2,16,739
2015    2,78,877
2016    5,39,995
 
વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યા- લોનની રકમ
બેંકોબેંક ખાતાની સંખ્યાડિફોલ્ટેડ લોનની રકમ
રાષ્ટ્રીયકૃત બેંકો3,192રૂ.28,775 કરોડ
એસ.બી.આઈ અને સંકલિત1,54રૂ.18,567 કરોડ
ખાનગી બેંકો792રૂ.10,250 કરોડ
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો