-નારાયણના પીએ રહી ચૂકેલા મહેન્દ્ર ચાવલા પર પાણીપતમાં ગોળીબાર
અમદાવાદ : યુવતીઓ પર બળાત્કારના આરોપમાં જેલમાં લગભગ બે વર્ષ જેટલા સમયથી બંધ આસારામ અને તેના પુત્ર નારાયણની વિરુદ્ધ સાક્ષી બનવાની હિમ્મત દાખવનારી 6ઠ્ઠી વ્યક્તિ પર જીવલેણ હુમલો કરાયો છે. નારાયણના પીએ તરીકે કામ કરી ચૂકેલા મહેન્દ્ર ચાવલા નામના વ્યક્તિ પર હરિયાણાના પાણીપત પાસે બે અજાણ્યા બુકાનીધારીઓએ ગોળીબાર કરતા ચાવલાના ખભામાં બે ગોળીઓ ઘૂસી ગઈ હતી. જોકે ચાવલાને હોસ્પિટલમાં સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો છે.
ચાવલાએ ત્રિવેદી પંચમાં નિવેદન આપ્યું હતું કે તેણે નારાયણને એક બાળકના મૃતદેહ પર કોઈ તાંત્રિક વિધિ કરતા જોયો હતા. ત્યાર બાદ ચાવલાએ ખુલ્લેઆમ રીતે આસારામ અને નારાયણની વિરુદ્ધ એક મોરચો ખોલી દીધો હતો.2009 ડિસેમ્બરમાં રાજુ ચંડાક નામના આસારામના અત્યંત નજીકના કહેવાતા પણ આસારામનો સાથ છોડી ચૂકેલા રાજુ ચંડાકના નામના પૂર્વ સાધક પર અમદાવાદના સાબરમતીમાં ગોળીબાર કરાયો હતો.
નારાયણ દુષ્કર્મ કેસ: 15મીએ ચાર્જ નક્કી થશે
નારાયણ દુષ્કર્મ કેસમાં 15મી મે, 2015ના રોજ આરોપી સામે ચાર્જ ફેમ થવાના છે. મહેન્દ્ર ચાવાલા આશારામ આશ્રમનો મુખ્ય સાધક હતો હતો અને આશ્રમની ગતિવિધિથી તે સારી રીતે વાકેફ હતો.
હુમલો થયેલા સાક્ષી
1.રાજુ ચંડાક
2.અમરત પ્રજાપતિ
3.અખિલ ગુપ્તા
4.મહેન્દ્ર ચાવલા
5.ભોગ બનેલ મહિલાનો પતિ
6.પોલીસે ગુપ્તતા માટે નામ જાહેર કર્યું નથી