તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અ'વાદ: ગોસાબારામાં RDX ઉતારવાના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ભારતમાં અરાજકતા ફેલાવવા માટે દરિયાઈ માર્ગે દારૂગોળો, હથિયારો તેમજ આરડીએક્સનો જથ્થો પોરબંદર અને વેરાવળના દરિયાકાંઠા ઉપરાંત ગોસાબારા દરિયાકાંઠે ઉતારવાના ગુનામાં છેલ્લા 23 વર્ષથી વોન્ટેડ અબ્દુલ સત્તાર ઈસ્માઈલ નૂરમહંમદ બાટલીવાલાની મુંબઈના બાન્દ્રા વિસ્તારમાંથી એટીએસએ ધરપકડ કરી છે.
આરોપી અબ્દુલ સત્તાર ઈસ્માઈલ નૂરમહંમદ બાટલીવાલાએ દુબઈ ખાતે ઘડવામાં આવેલા કાવત્રામાં દાઉદ ઈબ્રાહિમ સાથે મિટિંગમાં હાજર રહ્યો હતો. જે બાદ કરાચી પાસે દરિયા કિનારાથી સદાબહાર નામની બોટમાં કુલ 120 થેલીઓમાં 5 નંગ એકે -47, 1 એકે-56 રાઈફલ, 43 નંગ હેન્ડગ્રેનેડ, વિદેશી બનાવટનો બોંબ, 1150 નંગ એકે-47ના જીવતી કાર્ટીઝ, 1861 નંગ કાર્ટીઝ, 23 નંગ ખાલી મેગેઝિન મૂકવામાં આવ્યાં હતાં.
આ બોટ પોરબંદર અને વેરાવળ વચ્ચેના દરિયા કિનારામાં થઈ ગોસાબારા દરિયા કિનારા ખાતે મુદ્દામાલ ઉતારવામાં આવ્યો હતો. જ્યારે એક અન્ય બોટ બિસ્મિલ્લાહ મુંબઈ તરફ વિસ્ફોટકો સાથે ગઈ હતી. જે તે સમયગાળામાં મુંબઈમાં પણ બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટ બાદ આરોપી અબ્દુલ સત્તાર બાટલીવાલા નાસતો-ફરતો હતો. આરોપીએ 1994માં અગરીપાડા ખાતેથી પોતાનું મકાન વેચી દઈ મુંબઈના બાન્દ્રા ખાતે રહેવા જતો રહ્યો હતો. જ્યારે આરોપી અગાઉ જામનગરના સલાયા ખાતે કસ્ટમ વિભાગ દ્વારા 254 ચાંદીની પાટોના કેસમાં 1987-88માં પકડાયો હતો.
અન્ય સમાચારો પણ છે...