તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીના મચ્છુ ડેમ હોનારતને ગિનિસ બૂકે સૌથી ખરાબ દુર્ઘટના ગણાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: મચ્છુ નદી પર મોરબીથી ઉપરવાસમાં પાંચ કિલોમીટર દૂર મચ્છું-2 ડેમ બાંધવામાં આવ્યો હતો. લગભગ ચાર કિલોમીટરનો વિસ્તાર ધરાવતો આ ડેમ પહેલાં જ ચોમાસામાં તૂટી ગયો હતો. ડેમ તૂટવાના કારણે મોરબી શહેરમાં 12થી માંડીને 30 ફૂટ સુધીના પાણી ફરી વળ્યાં હતાં.


ગણતરીના કલાકોમાં મોરબી હતું ન હતું થઈ ગયું અને હજારો લોકો  પૂરમાં ડૂબી મર્યા ત્યારે તંત્ર આરામથી ઊંઘી રહ્યું હતું. મોરબીનો ડેમ તૂટ્યો તે વિશે સ્થાનિક તંત્ર સંપુર્ણપણે અજાણ હતું. બીજી બાજ અહીંથી હજારો કિલોમીટર દૂર અમેરિકાએ ઉપગ્રહ તસવીરો મારફત આ અંગેની જાણકારી મેળવી લીધી હતી અને તેણે ભારત સરકારને આ બાબતે જાણ કરી ત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્રને આ હોનારતની જાણ થઈ હતી. ત્યાર બાદ મોડે મોડે તંત્ર ટાંચા સાધનો સાથે ત્યાં પહોંચ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં તો હજારો લોકો મોતની નીંદરમાં પોઢી ગયા હતા.


સત્તાવાર રીતે આ દુર્ઘટનામાં 1800 લોકોના મોત થયાં હોવાનું કહેવાય છે પણ બિન સત્તાવાર રીતે લગભગ 25000 લોકોના મોત થયાં હોવાનું માનવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે આ હોનારતના પાંચ દિવસ બાદ કરેલી જાહેરાત મુજબ કુલ 100 કરોડનું નુકસાન થયું હતું.


મચ્છુ-2 ડેમના સ્પીલવેની ક્ષમતા 5,663 ઘન મીટર પાણી પસાર કરવાની હતી, જની સામે 16307 ઘન મીટર પાણી આવી જતાં આ ડેમ તૂટી ગયો હોવાનું કહેવાય છે. મચ્છુ-2 ડેમ તૂટવાની ઘટનાને ગિનીસ બૂક ઓફ રેકોર્ડ્સમાં  દુનિયાની સૌથી ખરાબ ડેમ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી છે.


મચ્છુ-2 ડેમ તૂટવાની ઘટનાને સરકાર કુદરતી આફત ગણાવી રહી છે ત્યારે વાસ્તવમાં તો તે અધિકારીઓની અણઆવડત અને સંદેશાવ્યવહારની ખામીને કારણે બનેલી માનવર્સજિત દુર્ઘટના જ હતી. મોરબી અને માળીયાની પ્રજાને ડેમ તુટવાની શક્યતાઓ અંગે સમયસર ચેતવણી મળી નહોતી. ટેલીફોન તથા તારની સુવિધાઓ બગડી ગઈ હોવાથી ડેમ સાઈટ પર ફરજ બજાવતા કર્મચારીઓ નીચાણમાં રહેતા લોકોને ચેતવણી આપી શક્યા નહોતા જેથી મરનારાઓની સંખ્યા વધી ગઈ હતી.

 

મોરબી હોનારતની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...