તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: સિવિલમાં 6 બાળકોનાં મોત છતાં હજી કોઈ જવાબદાર નહીં?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : સિવિલ હોસ્પિટલનાં એનઆઇસીયુમાં નકામા વેન્ટિલેટરને લીધે બે દિવસમાં છ નવજાતનાં મૃત્યુ થયાં છે, છતાં હજી કોઈને પણ જવાબદાર ઠેરવીને પગલાં લેવાયા નથી. ઘટનાને પગલે હોસ્પિટલતંત્ર દ્વારા ખોટકાયેલા મશીનને તાત્કાલિક રિપેર કરાયું છે, તેમજ અન્ય બે મશીનો કંડમ કરવાની સાથે નવાં બે વેન્ટિલેટર મશીન ખરીદવાની તજવીજ હાથ ધરી છે. હોસ્પિટલનાં સૂત્રોનાં જણાવ્યાં મુજબ, સિવિલનાં એનઅાઇસીયુમાં ખોટકાયેલાં વેન્ટિલેટર અને ઓછા વેન્ટિલેટર ઉપરાંત નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની સંખ્યા પણ ઓછી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહિ, બેથી ત્રણ વેન્ટિલેટર તો 1998ના વર્ષનાં એટલે કે અંદાજે 16થી 17 વર્ષ જૂના છે. જેને કંડમ કરવાને બદલે રિપેર કરીને કે ટેપ લગાવીને ચલાવાય છે.

એનઆઈસીયુની ઘટનાને બે દિવસ થઈ ગયા હોવા છતાં હોસ્પિટલ તંત્ર કે સરકાર દ્વારા કોઈ શિક્ષાત્મક પગલાં લેવાયા નથી

જ્યારે એનઆઇસીયુમાં નર્સિંગ સ્ટાફની વાત કરીએ તો હાલમાં 25 જેટલો નર્સિંગ સ્ટાફને છે તેને બદલે એનઆઇસીયુમાં દાખલ થતાં નવજાતની સંખ્યાને ધ્યાનમાં રાખીને 50 જેટલો એટલે કે હાલ કરતાં બે ગણો નર્સિંગ સ્ટાફ હોવો જરૂરી છે. તેને બદલે માત્ર અડધા નર્સિંગ સ્ટાફથી કામ ચલાવાય છે. જ્યારે નવજાતની દેખરેખ માટે જુનિયર ડોક્ટરોની સંખ્યા ઓછી હોવાથી એક ડોક્ટરને 24થી 36 કલાક સુધી ફરજ બજાવવાનો વારો આવે છે.

સુપરિન્ટેન્ડેન્ટ-આરોગ્ય મંત્રી સબસલામતની વાતો કરે છે તો દર્દીની તકલીફો કોણ સાંભળશે: મૃતક બાળકના દાદી

દોહિત્રી ગુમાવનાર કિરણબહેન નાયક રોષ ઠાલવતાં જણાવે છે કે, એકતરફ સરકાર બેટી બચાવોની વાતો કરે છે ત્યારે બીજી બાજુ બેટીઓને સુરક્ષા કરવામાં જ નિષ્ફળ જાય છે. સિવિલમાં લોકો દૂર દૂરથી સારવાર માટે આવે છે. ત્યારે ટ્રોમાસેન્ટર અને અન્ય વિભાગો વચ્ચે સંકલનને અભાવે તાત્કાલિક સારવાર મળતી નથી. અમારી નવજાત બાળકીને બગડેલા વેન્ટિલેટર પર રખાઇ હતી ત્યારે દિવ્ય ભાસ્કરનાં પ્રતિનિધિ હોસ્પિટલમાં આવ્યાંની જાણ થતાં તાત્કાલિક અમારી બાળકીને બાજુનાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવી હતી. નર્સો અને જુનિયર ડોક્ટરો પણ નવજાતની સંભાળ લેવાને બદલે ઠઠ્ઠા-મશ્કરીમાં વ્યસ્ત હોય છે.

-ખોટકાયેલા મશીનનું તાત્કાલિક રિપેરિંગ, વોરમર ચાલુ કરાયા

સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં છ શિશુઓના મોત થયા બાદ તંત્ર જાગ્યું છે અને વેન્ટિલેટર રિપેર કરાયું છે. જે મશીનો કંડમ કરવામાં આવ્યા છે.

તપાસ કર્યા બાદ જ કડક પગલાં ભરાશે

છ નવજાતનાં મૃત્યુ મેં તપાસનાં આદેશ આપ્યાં અને તપાસ કર્યા બાદ કડક પગલા ભરવામાં આવશે. જો કે, હાલમાં અમે તાત્કાલિક પગલા લઇને ખોટકાયેલું વેન્ટિલેટર રિપેર કરાવ્યું છે તેમજ જૂના બે વેન્ટિલેટર મશીનો કંડમ કરવાની સાથે અન્ય બે નવાં વેન્ટિલેટર મશીન ખરીદવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. -ડો.એમ.એમ. પ્રભાકર, સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો