તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે ડ્રાઈવર જ AMTSની બસ ચોરી ગયા, એક 40 કલાક પછી ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: એએમટીએસના બે ડ્રાઈવર જ બસ ચોરીને ભાગી ગયાની વિચિત્ર ઘટના બની છે. બંને ડ્રાઈવરને દારૂની લત હતી. શુક્રવારે રાતે દારૂ પીધા બાદ બંને ડ્રાઈવર વાડજ ટર્મિનલમાંથી બસ લઇને નીકળ્યા હતા.જો કે રામોલમાં રિક્ષા સાથે અકસ્માત થતા રોષે ભરાયેલા લોકોએ બસ ઉપર પથ્થરમારો કરી કાચ તોડી નાખતા બંને ડ્રાઈવર બસ લઇને ને ત્યાંથી ભાગી ગયા હતા.જ્યારે બસના ડ્રાઈવર સત્યનારાયણ વિશ્વકર્માને વાડજ પોલીસે 40 કલાક બાદ રવિવારે સાંજે નિર્ણયનગર મિરચી ગ્રાઉન્ડ પાસેથી બસ સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજો ડ્રાઈવર હજુ પોલીસના હાથમાં આવ્યો નથી.

- રાજાપાઠ: પીધેલા ડ્રાઈવર શુક્રવારે વાડજથી બસ ઉઠાવી ગયા
- રામોલ પાસે રિક્ષાને ટક્કર મારી, લોકોએ પથ્થરમારો કર્યો છતાં ત્યાંથી ભાગી છૂટ્યા

એએમટીએસની લાલ દરવાજાથી ડી કેબિન રૂટ નંબર-83 નો ડ્રાઈવર સત્યનારાયણ વિશ્વકર્મા શુક્રવારે બપોરે કંડકટર સાથે લાલ દરવાજાથી બસ લઇને નીકળ્યો હતો.સત્યનારાયણે બસ સાબરમતી અચેર બસ ડેપોમાં જમા કરાવવાની હતી.પરંતુ તે બસ વાડજ ટર્મિનલમાં લઇ ગયો હતો. ત્યાં તેણે ફોન પર કોઈને સાથે વાત કરી હતી.

થોડી જ વારમાં એએમટીએસનો ડ્રાઈવર તુષારકુમાર ભટ્ટ આવ્યો હતો અને આ બંને બસ લઇને ટર્મિનલમાંથી નીકળી ગયા હતા. શનિવાર રાત સુધી આ સત્યનારાયણ અને તુષાર બસ લઇને પાછા નહીં આવતા અચેર ડેપોના સુપરવાઈઝર જયંતીભાઇ પ્રજાપતિએ વાડજ પોલીસ સ્ટેશનમાં બંને ડ્રાઈવર રૂ.10 લાખની બસ ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

બસ ચોરીની ઘટના વાડજ ટર્મિનલના CCTVમાં કેદ

વાડજ બસ ટર્મિનલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સત્યનારાયણ બસની બહાર ઊભો રહીને ફોન ઉપર વાત કરતો હતો વાત પૂરી થયા બાદ તુષાર ભટ્ટ આવતા બંને બસ લઇને ડેપોની બહાર નીકળ્યા હોવાની તસવીરો કેદ થઇ હતી.

સપ્તાહ પહેલા પણ આવું કારસ્તાન કર્યું હતું

સત્યનારાયણ અને તુષાર દારૂ પીને બસ લઇને ગમે ત્યાં લઈ જતા હતા અને પાછા પણ આવી જતા હતા.જેથી અત્યારસુધી તેમની સામે કોઇ કાર્યવાહી થઇ ન હતી.પરંતુ અઠવાડિયા પહેલા પણ બંને બસ લઇને એએમટીએસ લઇને દહેગામ પહોંચી જતા દહેગામ પોલીસે બંનેને પકડ્યા હતા.
આગળની સ્લાઇડ્સમાં જુઓ વધુ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...