તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૈસાની તંગી: નદીમાં કૂદવા જતી મહિલાને રોકી પરિવારને વિખૂટો પડી જતો બચાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  થોડાક સમય પહેલા એક જાગૃત નાગરિક દધીચિ બ્રિજ પાસેથી પસાર થતા હતા ત્યારે એક મહિલા 3 સંતાનો સાથે નદી તરફ મોઢું કરીને બેઠી હતી.  પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પતિ ઘરમાં પૈસા ન આપતો હોઇ સંતાનોની ફી ન ભરી શકાતા તેઓ બાળકો સાથે નદીમાં ઝંપલાવવાની તૈયારીમાં હતી.  જેને સમજાવી પતિને બોલાવી સમજાવી વિખૂટા પડતા પરિવારને જોડ્યો હતો.

‘દધીચિ બ્રિજ પાસે નદી તરફ મોંઢુ કરીને એક મહિલા 15 વર્ષની દીકરી, 11 વર્ષના દીકરા અને 9 વર્ષની દીકરી સાથે ગૂમસૂમ બેઠી હતી. 15 વર્ષની દીકરી સા‌વ ચૂપ હતી. 9 વર્ષની દીકરી અને 11 વર્ષનો દીકરો ક્યારેક ક્યારેક રડે અને બંધ થઇ જાય. જોતાં જરાક અજુગતુ લાગ્યું. અમે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ કોઇએ અમારી સાથે વાત કરવામાં બહુ રસ ના દાખવ્યો. પછી અમે જીવન આસ્થા હેલ્પલાઇને ફોન કર્યો હતો.’ આ શબ્દો છે એક ખાનગી કંપનીના સેલ્સ એન્ડ માર્કેટિંગના વીસી વિકાસ ઠક્કરના.
 
ત્રણેય છોકરાઓના એડ્મિશન અટકેલા છે

વિકાસ ઠક્કર બે દિવસ પહેલા પોતાના કામથી દધીચિ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે વાડજથી દૂધેશ્વર જતા બ્રિજ પર એક મહિલાને 3 સંતાન સાથે બેઠેલી જોઇ. અજુગતું લાગતા વિકાસ ઠક્કરે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી હેલ્પલાઇને પણ ફોન પર કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે તે ચાંદખેડામાં રહે છે અને તેમનો પતિ કલર કામના કરે છે. પહેલા તે ઘરમાં પૈસા આપતા હતા. હવે તે પૈસા નથી આપતા મારઝૂડ કરે છે. જેના કારણે મારા ત્રણેય છોકરાઓના એડ્મિશન અટકેલા છે. એટલે હું કંટાળીને ઘરેથી નીકળી ગઇ હતી. હવે ક્યાંય રહેવા આશ્રય નહોતો એટલે બ્રિજ પર બેઠા હતા. જો કે, સંદેશો મળતા વાડજ પોલીસ પણ હેલ્પલાઇનના કહેવાથી સ્થળ પર આવી ગઇ હતી અને તેના પતિને બોલાવી પૂછતા પતિએ જણાવ્યું હતું કે હાલ ધંધો સારો નથી ચાલતો એટલે પૈસા નથી. બસ એજ કારણે હું પૈસા નથી આપી શકતો. હવે બાંયધરી આપું છું કે પત્નીને નહીં મારું.’ બન્નેને સમજાવી ઘરે મોકલ્યા હતા.
 
 
અન્ય સમાચારો પણ છે...