તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ : શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટ પાસેના રસ્તાનો મુદ્દો ફરી અર્નિણિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : શાહીબાગ કેન્ટોનમેન્ટ એરિયામાંથી હાંસોલ ટી.પી.67નો રસ્તો ખોલવા અંગેનો નિર્ણય મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીએ સતત બીજી વખત અનિર્ણિત રાખ્યો હતો. આ જ રસ્તો ખોલવો કે અન્ય બે વૈકલ્પિક રસ્તા ખોલવા તે અંગે સ્ટેન્ડિંગ કમિટી અમદાવાદ મ્યુનિ.ના તમામ મહત્વના નિર્ણયો કરનારા ‘સુરેન્દ્રકાકા’ને સાથે લઈને રૂબરૂ રાઉન્ડ લેશે પછી કરશે. જો કે, રાઉન્ડ એક બહાનું છે પણ મ્યુનિ.ભાજપના શાસકોની આ રસ્તો નહીં ખોલવા એટલી હદે મનમાનીએ ઉતરી આવ્યા છે કે, આર્મી સત્તાધીશોએ જે અંડરપાસ બનાવવાની શરત મૂકી છે તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે તો અમે આ રસ્તો ખોલવાના નિર્ણય અંગે વિચારીશુ.

સુરેન્દ્રકાકાના રાઉન્ડ પછી નિર્ણયની શક્યતા

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવીણ પટેલે કહ્યું કે, ‘આર્મી સત્તાધીશોએ રસ્તા માટે જમીન આપવા માટે જે શરત મૂકી છે તેમાં તેમની કોલોનીમાં અવરજવર માટે અંડરપાસ બનાવી આપવાની શરત પણ મૂકી છે. આ શરત પ્રમાણે 21 કરોડ જેટલો ખર્ચ થાય તેમ છે. જો આ અંડરપાસનો ખર્ચ રાજ્યઆ રસ્તા સિવાયનો બીજો કોઈ વૈકલ્પિક રસ્તો ય સરકાર ભોગવે તો અમે રસ્તો ખોલી આપવાનો નિર્ણય કરી દઈશુ. આ અંગે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો પણ ચાલી રહી છે. આગામી સપ્તાહમાં સ્ટેન્ડિંગ કમિટી ત્યાં રૂબરૂ રાઉન્ડ લેવા પણ જશે અને આ રસ્તા સિવાયનો બીજો કોઈ વૈકલ્પિક રસ્તો ખોલી શકાય છે કે કેમ તે ચકાસીને નિર્ણય કરીશુ.’

ટી.પી.67નો રસ્તો ખોલવાની દરખાસ્ત તત્કાલીન કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરી હતી. પણ આ રજૂ કરતા પૂર્વ ભાજપના જ સાંસદ કિરીટસિંહ સોલંકી અને પરેશ રાવલ રક્ષા મંત્રાલયમાં ગયા હતા અને ત્યાંથી તમામ વાંધાઓ દૂર કરી અહીં રસ્તો ખોલવા માટેની દરખાસ્તને લીલી ઝંડી આપી હતી. જેના અંતે આ દરખાસ્ત રજૂ કરાઈ હતી. પણ હવે ભાજપના શાસકો તેમની જૂથબંધીના કારણે નિર્ણય નહીં કરતા હોવાનું ઢાંકવા માટે આ દરખાસ્ત પૂર્વ કમિશનરે કરી હતી.જેથી ચર્ચા કરવી આવશ્યક છે. તેવા બહાના કાઢી રહી છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો