તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદુપુરા આવાસના 224 પરિવારોને મ્યુનિ. પીવાનું પાણી આપી શકતી નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : અમદુપુરામાં આવેલા શિવશક્તિ ગરીબ આવાસ યોજનાના રહીશો વધુ પડતા ક્ષારયુક્ત પાણીની સમસ્યાથી પીડાય છે. જેના માટે તેઓએ અનેક વખત કોર્પોરેશન પાસે વોટર ફિલ્ટર મશીનની માગણી કરી છે. તેમજ કોર્પોરેશન જો મશીન ન આપી શકે તો તેમને મ્યુનિ.નું પાણી આપવા માટે અનેક વખત રજૂઆતો કરી છે, પણ રહીશોના કહેવા પ્રમાણે કોઇએ આ મુદ્દાને ધ્યાન પર નથી લીધો જેના લીધે ચાલીઓ તથા પેટ્રોલપંપ કે જ્યાં કોર્પોરેશનનું પાણી આવે છે ત્યાંથી પીવાનું પાણી ભરવા જવું પડે છે.
 
મ્યુનિ. પાસેથી ફિલ્ટર મશીન કે પાણીનું જોડાણ પણ મળતું નથી

1 વર્ષથી પી ડબ્લ્યૂ આવાસ યોજના હેઠળ 224 પરિવારને મકાનો આપવામાં આવ્યા હતા. એક વર્ષથી અહીં 1000થી વધારે લોકો રહે છે. આ આવાસમાં પાણીની સુવિધા માટે બોર બનાવવામાં આવ્યો છે. જેમાંથી આ પરિવારોને પાણીની સુવિધા અપાય છે. ત્યારે પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી રહીશોએ કોર્પોરેશન પાસે ફિલ્ટર મશીનની અનેક વખત માગણી કરવા છતાં કોર્પોરેશન દ્વારા તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. રહીશોએ છેલ્લી અરજી 11 ઓગસ્ટે કોર્પોરેશનને ફિલ્ટર મશીન માટે અરજી કરી હતી. આ વિશે વાત કરતા મ્યુનિ. ડેપ્યુટી કમિશનર બચાણીએ જણાવ્યું હતું કે, ‘આવુ મારા ધ્યાને આવ્યું નથી. હું તપાસ કરીને જોઇશ કે આવું હશે તો નિકાલ કરીશું.’

હેલ્થ વિભાગે જ કહ્યું, આ પાણી પીવાલાયક નથી

પાણી પીવાથી લોકોને પેટમાં દુખાવાની સમસ્યા હોવાથી તેમના જ હેલ્થ વિભાગે પાણીનું પરીક્ષણ કરીને કહ્યું  હતું કે પાણી પીવાલાયક નથી જેથી અમે પાણીના ફિલ્ટર મશીન માટે કોર્પોરેશનને તે રિપોર્ટ જોડીને રજૂઆત કરી હતી, પણ તેઓનો જવાબ હોય છે કે થઇ જશે પણ થયું નથી. -અશોક પરમાર, રહીશ

ક્ષારવાળું પાણી છતની ટાંકીમાંથી ટપકે છે

હું એક વર્ષથી અહીં રહું છું. અમારે ત્યાં આ પાણી પીવાને લીધે ઘણાને પેટમાં ભારે ભારે લાગે અને તેના દુખાવાની સમસ્યા થઇ છે. છત પર રહેલી પાણીની ટાંકીને લીધે સૌથી ઉપરના માળના રહીશોના ઘરની છત ઝમે છે. આ સમસ્યા પ્રત્યે ધ્યાન દોર્યું હોવા છતાં પગલાં લેવાતા નથી. -હંસાબેન વાણિયા, રહીશ
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો