તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Five Historical Buildings: All The Dirt Pressure Doubts, Will Maintain The Status Of Heritage City

પાંચ ઐતિહાસિક ઈમારતોની મુલાકાત: બધેજ ગંદગી-દબાણો, શું આવી રીતે જાળવીશું હેરિટેજ સિટીનો દરજ્જો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો, વાત હરખાવા જેવી છે. પણ વાહવાહીની ગાગરના સાગરમાં છબછબિયાં કરતાં ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો અને પદાધિકારીઓને એ ખબર નથી કે હેરિટેજ સિટીનો વારસાને છાજે એ રીતે વર્તવાની સૌથી મોટી જવાબદારી તેમની છે. હેરિટેજના દરજ્જાની જાહેરાતને 48 કલાક વીત્યાં, છતાં સ્થિતિ પહેલાં હતી એવીને એવી જ છે. આજેય હેરિટેજ ઈમારતોની આસપાસ એ જ ગંદકી અને દબાણોની ભરમાર કોર્પોરેશનની કૂપમંડુક દ્રષ્ટિ અને અણઘડતાની ચાડી છાપરે ચઢીને ખાય છે.
 
નિરીક્ષણ બાદ નક્કી થશે દરજ્જો
 
‘દિવ્ય ભાસ્કર’ એ પાંચ ઐતિહાસિક સ્થળની મુલાકાતનો આ નીચોડ છે. હરખપદુડા નેતાઓ અને અધિકારીઓને હજુ અડધું જ જ્ઞાન છે. તેમને કદાચ ખબર નથી કે હજુ નવ મહિના સુધી યુનેસ્કોની ટીમ અમદાવાદનું નિરીક્ષણ કરશે. જો બધું નિયમો અને માપદંડ મુજબ હશે તો જ હેરિટેજ સિટીનો દરજ્જો કાયમી રહેશે.
 
આગળ વાંચો: ડોઝિયરમાં મોકલેલા ફોટાથી હકીકત અલગ