ઐયરના ‘નીચ’ શબ્દ પર ભાજપે કોંગ્રેસને ટ્વિટર પર ઘેરી લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: મણિશંકર ઐય્યરના નિવેદન બાદ મોદીએ પોતાની સભામાં ‘નીચ’ શબ્દનો મુદ્દો ઉઠાવીને નિવેદનોનું વાવાઝોડું લાવી દીધુ. 2014ના ‘ચાયવાલા’ વિવાદની જેમ જ ભાજપે આ મુદ્દો બરાબરનો પકડી લીધો અને મીડિયાથી માંડીને સોશિયલ મીડિયા સુધીના તમામ પ્લેટફોર્મ પર ભાજપના નેતાઓ કોંગ્રેસ પર તૂટી પડ્યા અને કોંગ્રેસને બેકફૂટ પર લાવીને મુકી દીધી. જવાબ આપવા માટે કોંગ્રેસના સુરજેવાલાએ કરેલી પ્રેસ કોન્ફરન્સ પણ બેઅસર સાબિત થઈ અને રાહુલ ગાંધીએ ટ્વિટર પર ઐય્યરને માફી માંગવાની અપીલ કરવી પડી. આ વિશે નાણાપ્રઘાન અરુણ જેટલીએ કહ્યું છે કે, આ એક પ્લાન કરેલું રાજકારણ છે. મારી લોકોને અપીલ છે કે, તેઓ કોંગ્રેસનીઆ મોટી ગેમને સમજે. 

 

 

ઐય્યરેજાણી જોઈને આપ્યું નિવેદન


- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, જેટલીએ કહ્યું છે કે, ઐય્યરે જાણી જોઈને મોદીની જાતી ઉપર નિવેદન આપ્યું છે. પછી માફી પણ માગી લીધી. તેમને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા તે પણ એક રાજકારણ જ છે.
- ઐય્યરના નિવેદનથી એવો માઈન્ડ સેટ દેખાય છે કે, માત્ર એક ઉચ્ચ પરિવારથી જોડાયેલા લોકો જ દેશ પર શાસન કરી શકે છે.
- કોંગ્રેસે વડાપ્રધાનને નીચ કહીને દેશના નબળા અને પછાત લોકોનું અપમાન કર્યું છે.
- ભારતની અસલી તાકાત ત્યારે દેખાશે જ્યારે કોઈ સાધારણ માનવી સત્તા પર આવીને વંશવાદનું રાજકારણ પુરૂ કરશે.

 

વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...