• Gujarati News
  • National
  • Airport Runway Renovated By 29 Crores, Was Cleared Of Normal Roads, 5 Flights Canceled

રૂ. 29 કરોડે રિનોવેટ કરેલો એરપોર્ટનો રન-વે સામાન્ય રસ્તાની જેમ ધોવાયો, 5 ફ્લાઈટ રદ્દ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: 29 કરોડ રૂપિયાના ખર્ચે 8 મહિના પહેલા જ તૈયાર થયેલો અમદાવાદ એરપોર્ટનો રનવે પહેલા જ વરસાદમાં ત્રીજી વાર તૂટી ગયો હતો. બુધવારે સવારના સમયે અમદાવાદ આવતી 5 ફ્લાઈટો મુંબઈ ખાતે 
ડાઈવર્ટ કરવાની ઓથોરિટીને ફરજ પડી હતી. જો કે 3489 મીટર લાંબા રનવે પર 1794 મીટરનું અંતર મળતું હોવાથી ટૂંકા રનવે સાથે દિવસ દરમિયાન વિમાન સેવા ચાલુ રખાઈ. વિઝિબિલિટી ઘટી જવાથી 50થી વધુ ફ્લાઈટો 10 મિનિટથી લઈ 2 કલાક સુધી મોડી પડી હતી. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, એટીસીના અધિકારીઓ બુધવારે વહેલી સવારે 6.30 વાગે રનવેનું રૂટિન ઇન્સ્પેક્શન કરવા ગયા હતા. સવારના સમયે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને પૂણેથી અમદાવાદ આવતી 5 ફ્લાઇટને મુંબઈ ડાઈવર્ટ કરાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...