તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાર્ષિક 48 લાખની આવક છોડી સોશિયલ એક્ટિવિટી કરે છે આ અમદાવાદી યુવાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની રીયલ લાઈફથી પ્રેરણા નથી પામ્યો પરંતુ તેની ‘કિક’ ફિલ્મના કેરેક્ટરથી જરૂર પ્રેરણા મળી છે. જેથી વર્ષની 48 લાખની કમાણી છોડી. વી.એસ. મ્યુઝિકલના બિઝનેસને છોડવા પાછળનું કારણ દેશમાં યુવાઓની પેરલલ ગવર્મેન્ટ બનાવવી છે. જે ગવર્મેન્ટને ફરિયાદ ન કરે અને ખુદ કામ કરે.’ આ શબ્દો છે અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા રીતેશ શર્માને જે અત્યારે highly energized youth helping indians ( હે હાય) નામની એનજીઓ ચલાવે છે.

પોતાની એસયુવી કાર અને ઘરે ત્રણ ત્રણ બાઈક હોવા છતા સાઈકલ પર સવાર થઈને લોકોની મદદે પહોંચે છે રીતેશ શર્મા

રીતેશ શર્માની નાનપણથી જ આર્મી જોઈન કરીને દેશની સેવા કરવાની ઈચ્છા હતી. જે માટે રીતેશે ગુજરાત કોલેજમાં સ્ટડી બાદ કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ નામની એક્ઝામ ક્લિયર તો થઈ પરંતુ મેડિકલ ટેસ્ટમાં બન્ને ઘુંટણ જોઈન્ટ થતાં હોવાથી આ ટેસ્ટ પાસ ન થઈ શક્યો. આર્મી જોઈન ન કરી શકવાના કારણે છ મહિના સુધી ડીપ્રેશનમાં સરી પડેલા રીતેશે ત્યારબાદ બિઝનેસમાં ઝંપલાવ્યું. પોતાને ગિટાર વગાડવાનો શોખ હોવાથી ફ્રેન્ડ સાથે મળીને વી.એસ. મ્યુઝિકલ કંપની શરૂ કરી.

જેમાં મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટના સેલિંગનો બિઝનેસ દસ વર્ષ સુધી ચાલ્યો. જેમાં રીતેશ વર્ષે 48 લાખ રૂપિયા કમાતો હતો. આ માટે મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટના સેલિંગનું સાઉથ ઈન્ડિયાના રાજ્યોનું કામ રીતેશ સંભાળતો. આ સમયે બિઝનેસ ક્લાસમાં કે પ્લેનમાં મુસાફરી કરવાની જગ્યાએ રીતે જનરલ ડબ્બામાં જવાનું વધારે પસંદ કરતો. રીતેશના આ પૈસાથી તેની જીવન જરૂરિયાતો તો સંતોષાતી પરંતુ હૈયે ટાઢક ન વળતી.
રીલલાઈફને જોઈ રિયલ લાઈફમાં કંઈક કરવાની પ્રેરણા મળી

ત્યાર બાદ કિક ફિલ્મ જોયા બાદ રીયલ લાઈફના નહીં પરંતુ રીલ લાઈફના સલમાન ખાનના કેરેક્ટરને જોઈને જીવનમાં કંઈક નવી કરવાની પ્રેરણા મળી અને દર મહીને લાખોની કમાણી છોડી સોશિયલ એક્ટિવિટીમાં જોડાયો. રીતેશ પાસે તેની પોતાની કમાણીની એક એસયુવી કાર અને ત્રણ ત્રણ બાઈક છે. છતા શહેરના રસ્તાઓ પર ખાદીના ઝભ્ભા લેંઘા સાથે સ્લિપર પહેરીને સાઈકલના પેંડલ મારતો નજરે પડે છે. રીતેશ છેલ્લા દોઢ વર્ષથી બિઝનેસને તિલાંજલી આપી ચૂક્યો છે.

આ સમય દરમિયાન તેને ‘હે હાય’ નામની એનજીઓ બનાવી છે. જેમાં તેની સાથે 23 વોલેન્ટિયર્સ જોડાયેલાં છે. આ એનજીઓ કોઈ પણ કંપનીની સીએસઆર એક્ટિવિટીની મહેરબાનીથી નહીં પરંતુ પોકેટમની ખર્ચ અને ફંડરાઈઝિંગથી ચાલે છે. રીતેશ અત્યારે 18 પ્રકારની સોશિયલ એક્ટિવિટી માત્ર શહેરમાં જ નહીં પરંતુ દેશના ચાર શહેરોમાં પણ વોલેન્ટિયર્સની મદદથી શરૂ કરી છે. જેમાં તેને સ્લમના 42 બાળકોને ભણાવવા માટે દત્તક લીધાં છે. આ સિવાય તે લોકોની નાની મોટી મદદ કરવા માટે ઘરેથી સાઈકલ પર નીકળી પડે છે.
હું દેશભરમાં પેરલલ ગવર્નમેન્ટ ગ્રૂપ બનાવવા માગુ છું

હું કોલેજમાં ભણતો ત્યારથી જ ઈવેન્ટનું કામ કરીને મારો ખર્ચ કાઢી લેતો હતો. ત્યાર બાદ આર્મી જોઈન ન કરી શક્યો તેનો અફસોસ છે. છેલ્લાં દસ વર્ષ મહેનત કરીને મેં મારા જીવનની જરૂરિયાત સંતોષાય તેટલા પૈસા બનાવી લીધા છે બસ હવે દેશ માટે કંઈક કરવું છે. રસ્તામાં પડેલો ખાડો એએમસી બુરે એ પહેલા આપણે જ બુરી દઈએ તો. હું આ વિચારશૈલીમાં માનું છું. જે જોતાં હું દેશભરમાં પેરલલ ગવર્નમેન્ટ ગ્રૂપ બનાવવા માગુ છું. જે માટે અમદાવાદ ઉપરાંત જયપુર, ચેન્નાઈ, બેંગ્લોર અને કોટા એમ ચાર સિટીના યંગસ્ટર્સ આ માટે મારી સાથે જોડાયા છે. -રીતેશ શર્મા, હે હાય એનજીઓના પ્રેસિડેન્ટ
પોકેટમનીથી ચલાવે છે એનજીઓ પ્રવૃત્તિ
મેં છેલ્લાં દોઢ વર્ષથી બિઝનેસ મૂકી દીધો છે. ‘હે હાય’ નામની એનજીઓ બનાવી અને પોકેટમની તેમજ ફંડરાઈઝિંગથી ચલાવું છું. - રીતેશ શર્મા
આગળ વાંચો ક્યાં પ્રકારની સોશિયલ એક્ટિવિટીની શરૂ કરી, 48 બાળકોને ભણાવવા માટે દત્તક લીધા
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો