તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ : ફંડના અભાવે સોસાયટીઓમાં RCC રોડની યોજના ખોરંભે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ગુજરાત સરકારે મહાનગરપાલિકામાં અમલી બનાવેલી 70:20:10ની યોજના અમદાવાદમાં ફંડને કારણે લટકી પડી છે. શહેરભરમાં 200થી વધુ સોસાયટીઓની રોડ બનાવવાની અરજીઓ કોર્પોરેશને મંજૂર કરી હોવા છતાં ફંડ નહીં હોવાના કારણે રોડના કામો અટકાવી દેવાયા છે. આખી યોજનામાં 70 ટકા નાણાં રાજય સરકાર દ્વારા ફાળવાય છે. કોર્પોરેશને આ માટે 180 કરોડની માંગણી ત્રણ-ત્રણ વખત કરી હોવા છતાં છ-આઠ મહિનાથી સરકાર દ્વારા આ માટે ફંડ આપવામાં આવતુ નથી.

મ્યુનિ. 8 મહિનાથી 180 કરોડની માંગણી કરે છે પણ સરકાર આપતી નથી

તાજેતરમાં કેટલાક ઝોનની સોસાયટીઓમાંથી બૂમ પડતા કોર્પોરેશને તેમની બચતના નાણાંમાથી 20 કરોડની ફાળવ્યા છે. અગાઉ પણ આ જ રીતે, 55 કરોડ મ્યુનિ.એ ઝોનમાં વહેંચ્યા હતા. શહેરની કોઈ પણ સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા મ્યુનિ. મંજૂરી મળ્યેથી સોસાયટી પોતાના 20 ટકા નાણાં કોર્પોરેશનમાં જમા કરાવે છે. જેટલી કિંમતનો આરસીસી રોડ બને તેના 70 ટકા રાજય સરકાર આપે અને દસ ટકા કોર્પોરેશન ભોગવે છે. 2012 વિધાનસભા પહેલા આ યોજના કાર્યરત કરાઈ હતી. સૌથી નાજુક સ્થિતિ પશ્ચિમ, નવા પશ્ચિમ ઝોનની છે.

200 સોસાયટીમાં મંજૂરી છતાં RCC રોડની કામગીરી થતી નથી

સોસાયટીઓએ મંજૂરી મેળવી લીધા હોવા છતાં ફંડના કારણે તેમને ત્યાં કામ અટકી ગયા છે. તાજેતરમાં ઝોન કક્ષાએથી મ્યુનિ.નાણા વિભાગ પાસે આ માટે ફંડની માંગણી કરવામાં આવતા બચતમાંથી નાણાં ફાળવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણ પટેલે કહ્યું કે, ‘સોસાયટીઓના રોડ બનાવવા માટે હાલમાં 20 કરોડ ફાળવ્યા છે. અને સરકાર સમક્ષ પણ બજેટ માટે રજૂઆત કરીશુ.’
ઝોનવાર ફંડની જરૂર

પશ્ચિમ 17 કરોડ
દક્ષિણ 40 કરોડ (પ્લાનિંગ)
પૂર્વ 12 કરોડ
નવા પ. 10 કરોડ
નોંધ : રકમ કરોડમાં છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો