અમદાવાદ: RC બુકમાં સુધારાનો ચાર્જ નથી, 10 RTOએ 1.25 કરોડ વસૂલ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: વાહનની આરસીબુકમાં કંપનીના કર્મચારીની ભૂલના કારણે સુધારો કરાવવાની ફરજ પડે તો અરજદારને કોઇ ફી ચૂકવવાની થતી નહીં હોવાની અગાઉ રાજ્યના વાહનવવ્યવાહર મંત્રીએ જાહેરાત કરી હોવા છતાં રાજ્યની વિવિધ આરટીઓમાં આરસીબુકની કંપની બિન્દાસ્તપણે ચાર્જની વસૂલાત કરે છે.  આરટીઆઇમાં બહાર આવેલી વિગત મુજબ રાજ્યની 10 જેટલી આરટીઓએ છેલ્લા ચાર વર્ષમાં સવા કરોડ જેટલી રકમ વસૂલી છે. 37માંથી ચાર આરટીઓએ જવાબ આપવા ઇન્કાર કર્યો છે. જ્યારે દસ આરટીઓએ કોઇ જવાબ આપ્યો નથી.

રાજ્યના વાહનવ્યવહાર મંત્રી જાહેરાત કરે પછી પણ કંપનીઓ બિન્દાસ્તપણે ચાર્જ વસૂલતી હોવાનું વારંવાર બહાર આવ્યું છે. તેમછતાં રાજ્યની વાહનવ્યવહાર સચિવ કે કમિશનર કોઇ જ પ્રકારના પગલાં ભરતા નથી. એટલું જ નહીં નિયમ વિરુદ્ધ દંડનો ભોગ બનનાર અરજદારો આરટીઆઇમાં માહિતી માંગે તો પૂરતી માહિતી પણ આપવામાં આવતી નહીં હોવાનો રોષ વ્યક્ત કરતા આરટી એક્ટિવિટસ તુલસીદાસ કે ઠક્કરે જણાવ્યું હતું કે કંપનીના કર્મચારીઓ નામ-સરનામા સહિત કોઇ નાની-મોટી ભૂલ કરે છે અને આ ભૂલ સુધારવા માટે અરજદારને રૂપિયા 200 ચૂકવવા પડે છે. આ રકમ તો આરટીઓમાં આપવાની છે.
 
 
 
આગળ વાંચો, વધુ વિગતો
 
અન્ય સમાચારો પણ છે...