તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અ’વાદ CPનું જાહેરનામું: 25 લિટર દેશી દારૂ પકડાય તો FSLમાં તપાસ કરાવવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : સૂરતમાં થયેલા લઠ્ઠાકાંડ જેવી ઘટના અમદાવાદમાં ન બને તે માટે 25 લીટર અને તેના કરતાં વધારે દેશી દારુ પકડાય ત્યારે એફએસએલને સ્થળ ઉપર બોલાવીને દારુના નમૂનાની ચકાસણી કરાવવા પોલીસ કમિશનર શિવાનંદ ઝા એ આદેશ જારી કર્યો છે.આટલું જ નહીં જો દારુમાં મીથેનોલ અથવા તો માનવ શરીરને નુકશાન થાય કે મૃત્યુ થાય તેવું કોઇ પણ કેમિકલ મળી આવે તો દારુ બનાવનાર, વેચનાર અને લાવનાર સહિતના લોકો સામે ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અને 2011 ની કલમ (65)(ક) મુજબ કાર્યવાહી કરવા સૂચના આપી છે.જેમાં કસૂરવારોને મૃત્યુ દંડ અથવા તો આજીવન કેદની સજા થઇ શકે છે.

સુરતના લઠ્ઠાકાંડના પગલે CPનું જાહેરનામું

અમદાવાદમાં લઠ્ઠાકાંડ જેવી કોઇ ઘટના ન બને તે માટે પોલીસે શહેરભરમાં દેશી દારુનું ઉત્પાદન અને વેચાણ બંધ કરાવી દીધુ છે.આટલું જ નહીં સૂરતમાં લઠ્ઠાકાંડ થયો ત્યારથી શહેર પોલીસ રોજે રોજ દેશી દારુની સરેરાશ 50 રેડ કરીને દેશી દારુનો જથ્થો કબજે કરી રહી છે.જેમાં અમદાવાદ પોલીસ કમિશનર શિવાનંદ ઝા એ શહેરના તમામ સંયુકત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર,ડીસીપી, એસીપી તેમજ પીઆઈને લેખિતમાં સૂચના આપી છે.

જેમાં રેડમાં 25 લીટર કે તેનાથી વધારે દેશી દારુનો જથ્થો મળે તો રેડ કરનાર અધિકારીએ એફએસએલની ટીમને બોલાવીને દારુનું પરિક્ષણ કરાવી લેવું.પોલીસ કમિશનરે જારી કરેલા આ પરિપત્રનો શહેર પોલીસ દ્વારા અમલ શરુ કરી દેવાયો છે. સુરતના લઠ્ઠાકાંડના પગલે સમગ્ર રાજ્યમાં દેશી દારૂ પકડવા અને બુટલેગરોને ઝડપી લેવા ઉચ્ચ કક્ષાએથી આદેશો થયા છે.
અન્ય સમાચારો પણ છે...