તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ’વાદમાં ઝેર પીનારા મુકેશની અટક ‘શાહ’, જાણો કંઈ મજબૂરીના લીધે અપનાવી આ અટક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં દલિત સમાજે મંગળવારે કલેક્ટર કચેરી ખાતે દેખાવો કર્યા હતા, જેમાં 38 વર્ષીય દલિત કાર્યકર મુકેશે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, હૉસ્પિટલના ચોપડે મુકેશની અટક ‘શાહ’ નોંધાયેલી છે.
કેમ અપનાવી ‘શાહ’ અટક

સિવિલ હૉસ્પિટલના બી-6 વોર્ડમાં 30 નંબરના ખાટલામાં સારવાર લઈ રહેલા મુકેશ ખોળાભાઈ શાહ (રહે-કલોલ)એ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, હું ‘ચમાર’ છું, ‘શાહ’ અટક મેં મજબૂરીમાં અપનાવી છે. હું ગાંધીનગરમાં અભ્યાસ કરતો હતો, ત્યારે મારી જાતિના કારણે કૉલેજમાં છૂતઅછૂતનો ભેદભાવ હતો. આથી મેં મજબૂરીમાં ‘શાહ’ અટક અપનાવી હતી. બીજી બાજુ દેખાવો દરમિયાન તમે કયું ઝેરી પ્રવાહી પી લીધું હતું, તે અંગે પૂછતાં તેણે ટોળામાંથી કોઈ વ્યક્તિ દુકાનમાંથી બોટલ લઈ આવી હતી, બોટલમાં શું હતું તે અંગે મને જાણ નથી, તેમ કહ્યું હતું.

આ અંગે પૂછતાં સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, મુકેશે કલેક્ટર કચેરી ખાતે જે ઝેરી પ્રવાહી પીધું હતું તે ફિનાઈલ હોવાનું બહાર આવ્યું છે. હાલ મુકેશ સ્વસ્થ છે, અને તે સામે ચાલી રજા માંગી રહ્યો છે. જોકે હાલ બે ડોક્ટરો તેની તબિયત અંગે ક્રોસ વેરિફિકેશન કરી લેશે તે બાદ તેને રજા આપી દેવાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો