તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં છેલ્લા 18 દિવસમાં 4 લૂંટ : પોલીસ અંધારામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા 18 દિવસમાં લુટારુઓએ એક બે નહીં પરંતુ લૂંટની 4 દિલધડક ઘટનાઓને અંજામ આપીને રોડ પરથી જ રોકડા રૂ.50 લાખ લૂંટી લીધા છે.મહત્વની વાત તો એ છે કે આ 4 લૂંટની ઘટનાને અંજામ આપનારા લુટારુઓને હજુ સુધી આપણી જાંબાઝ પોલીસ પકડી શકી નથી. જ્યારે આ જ 18 દિવસના સમયગાળાની વાત કરીએ તો ચોર-તસ્કરોએ એક જ રાતમાં 2 મકાન અને 18 દુકાન સહિત 3 ડઝન કરતાં પણ વધારે ચોરીની ઘટનાઓને અંજામ આપ્યા છે. જેમાં પણ ચોરોને પકડવામાં પોલીસને કોઇ ખાસ સફળતા હાંસલ થઇ નથી.
નાની-મોટી 3 ડઝનથી વધુ ચોરી થઈ : નાકાબંધી અને પેટ્રોલિંગના દાવા ફરી પોકળ
ઉપરાછાપરી બનતી લૂંટની ઘટનાઓ અને લુટારુઓને પકડવામાં પોલીસની નિષ્ફળતા એ વાતની ચાડી ખાઇ રહ્યું છે કે પોલીસના પેટ્રોલિંગ અને નાકાબંધીના દાવા માત્ર કાગળ ઉપર જ સાબિત થઇ રહ્યા છે. આટલું જ નહીં આ 18 દિવસના સમયગાળામાં એસઆરપીના જવાનની 40 કારતૂસ સાથેની ઈન્સાસ રાઈફલ તેમજ સોલાના પીએસઆઈ અસોડાની લોલેડ સર્વિસ રિવોલ્વરની પણ ચોરી થઇ ચૂકી છે.
શહેરમાં બનેલી લૂંટ-ચોરીની મહત્ત્વની ઘટનાઓ
દરિયાપુર સેન્ચૂરી માર્કેટમાં11 ઓગસ્ટે રાતે રૂ.15 લાખ લઈને નીકળેલા કર્મચારી હિતેષ આચાર્ય પાસેથી બે બુકાનીધારી પૈસા લૂંટી ભાગી ગયા હતા.
11 ઓગસ્ટેે રાતે વટવા રોકડા બ્રિજ પાસેથી આલોશ પરમાર અને તેમના પત્ની પાસેથી રૂ.3.50 લાખ ભરેલી બેગ લૂંટી લઇ લુટારુઓ ફરાર થઇ ગયા હતા.
લેબર કોન્ટ્રાક્ટર ધર્મેશ ગોવાસિયા 1 ઓગસ્ટે રાતે ઠક્કરનગર ચમક ચૂના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બે લુટારુએ રૂ.10 લાખ લૂંટી ગયા હતા.
26 જુલાઈએ 1.15 વાગ્યે રાઇટર સેફ ગાર્ડ કંપનીના કર્મચારી વજીત ઠાકોર પાસેથી જીએમડીસી ગ્રાઉન્ડ પાસેની ગલીમાં રૂ.20.50 લાખ લૂંટી લેવાયા હતા.
વાસણા બસ સ્ટેન્ડ પાસેની વાસુકી સોસાયટીમાં રહેતા ડોકટર દેવેન્દ્ર વૈષ્ણવના બંગલામાંથી ઘરઘાટી રૂ.6 લાખ ચોરી ગયો હતો.
નવરંગપુરા નવરંગ સર્કલ પરની મિથિલા કોલોનીમાં રહેતા ધ્રુવભાઇના બંગલામાંથી તસ્કરો લાખોની મત્તા ચોરી ગયા હતા.
તા.6 ઓગસ્ટના ગુરુવારે રાતે તસ્કરોએ એક જ રાતમાં 2 મકાન અને 18 દુકાનનાં તાળાં તોડી આતંક મચાવ્યો હતો.
ઈસનપુરના દેરાસરમાંથી તસ્કરો પંચધાતુની 6 કિંમતી મૂર્તિ ચોરી ગયા હતા.
પોલીસનાં 300 વાહન રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરે છે

અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં 220 સીસીના 2-3 પલ્સર બાઈક મળીને કુલ 100 બાઈક અપાયા છે. જેને હોક સ્ક્વોડ નામ અપાયું છે. આ સ્ક્વોડના બે કર્મચારી 8-8 કલાકની 3 શિફ્ટમાં રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ કરે છે. દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2-2 પીસીઆર પણ પેટ્રોલિંગ કરે છે. તેમજ દરેક વિસ્તારમાં 2-2 મોબાઈલ વાન પણ આ જ રીતે પેટ્રોલિંગ કરે છે.

શુક્રવારે આખી રાત કોમ્બિંગ કરાયું પણ કંઈ ન પકડાયું

સોમવારે આવી રહેલા 15 મી ઓગસ્ટના સ્વાતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગ રૂપે શુક્રવારે રાતે સમગ્ર શહેર પોલીસ પાસે આખી રાત કોમ્બિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં દરેક પીઆઈ,એસીપી,ડીસીપી તેમજ તમામ ઉપરી અધિકારીઓએ આખી રાત પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ કર્યું હતું. પરંતુ કશું પકડી શકયા ન હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો