• Gujarati News
  • Ahmedabad Municipal Commissioner Talk On Illegal Construction Stop In City

અમદાવાદ : ગેરકાયદે બાંધકામ સામે ઝુંબેશ માટે મ્યુનિ. કમિશનરની તાકીદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિવ્યૂ મીટિંગમાં અધિકારીઓને આડે હાથે લેવામાં આવ્યા
અમદાવાદ : અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ રોકવામાં કોર્પોરેશનનું એસ્ટેટ અને ટીડીઓ ખાતુ નિષ્ફળ નિવડ્યું છે. ઈમેક્ટ ફીના કાયદાની કટઓફ ડેટ પછી પણ શહેરમાં ગેરકાયદે બાંધકામોની મ્યુનિ કમિશનરે ગંભીર નોંધ લીધી છે. એસ્ટેટ, ટીડીઓની ફક્ત નબળી કામગીરીથી નારાજ મ્યુ.કમિશનર ડી.થારાએ દરેક ઝોનમાં દર અઠવાડિયે ઓછામાં ઓછા 50 થી 100 જેટલા ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી હાથ ધરવાની તાકીદ કરી છે.

મ્યુ. કમિશનર ડી.થારાએ શહેરના તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર અને વિવિધ વિભાગોના વડાઓની શુક્રવારે રીવ્યું મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં ડી.થારાએ જણાવ્યું હતું કે, ઈમ્પેક્ટ ફીની કટઓફ ડેટ વીતી ગયા પછી લગભગ 4 હજાર થી વધુ ગેરકાયદે બાંધકામો થયા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારે આડેધડ થતા બાંધકામો સામે કોઈ જ પગલા લેવાતા નથી તે અંગે તેમણે સખત નારાજગી વ્યક્ત કરી હતી. એસ્ટેટ ટીડીઓ દ્વારા ફક્ત ઓટલા, ક્રોસ વોલ વગેરે પ્રકારના એક્સ્ટેન્સન સહિતના બાંધકામો સામે પગલા લઈને સંતોષ માનવામાં આવે છે, તે યોગ્ય નથી. એસ્ટેટ ટીડીઓની રહેમ નજર થી શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે.

એક અંદાજ મુજબ શહેરમાં આશરે 5 લાખથી વધુ ગેરકાયદેસર બાંધકામો બંધાઈ ગયા છે. લાંભામાં તળાવના ડેવલપમેન્ટની કામગીરી અત્યંત ગોકળગાયની ગતીથી ચાલી રહી છે. તે અંગે પણ ડી.થારા નારાજ થયા હતા. આ અંગે પુછપરછ કરતા એન્જી. ખાતાના અધિકારીએ એવો જવાબ આપ્યો કે, કન્સલટન્ટની કેટલીક ભુલ અને કામગીરીના કારણે વિલંબ થયો છે.