તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુકેની પ્રથમ રોબોટિક સર્જરી: અમદાવાદનું કૌશલ્ય UKમાં કામ આવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ગત રવિવારને 4થી સપ્ટેમ્બરનાં રોજ યુકેનાં લંડનમાં બે દર્દીનું સૌ પ્રથમવાર રોબોટની મદદથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. યુરોપમાં થયેલાં આ પ્રથમ રોબોટીક કિડની ટ્રાન્સપ્લાન્ટનાં ડોકટરોની ટીમમાં અમદાવાદની કિડની ઈન્સ્ટિટ્યૂટ (આઇકેડીઆરસી)નાં સર્જને મહત્વની ભૂમિકા ભજવી છે.

અમદાવાદ કિડની હોસ્પિટલના સર્જન ડો. પ્રાંજલ મોદી લંડનમાં યુકેની પ્રથમ રોબોટિક સર્જરીમાં સામેલ થયા

ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે રોબોટીક કિડની ટ્રાન્સ્પ્લાન્ટ સર્જરી કરી રહેલાં અને સિવિલ કેમ્પસમાં આવેલી કિડની ઇન્સ્ટીટયુટ એન્ડ રિસર્ચ સેન્ટર(આઇકેડીઆરસી)નાં કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગનાં વડા ડો. પ્રાંજલ મોદીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ રોબોટીક સર્જરીમાં અગ્રેસર રહ્યું છે. જયારે યુરોપની આ પ્રથમ રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી છે. આપણે અમદાવાદમાં આઇકેડીઆરસીમાં આ પ્રકારની 277થી વધુ સર્જરી કરી ચુક્યાં છે. જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, જર્મની અને બાંગ્લાદેશનાં દર્દીની આપણે સર્જરી કરી ચુક્યાં છીએ. મને લંડન બોલાવ્યો તે પહેલાં ગેઝ હોસ્પિટલ અને ઓક્સફોર્ડ હોસ્પિટલ બંનેનાં કન્સલટન્ટ અમદાવાદ આવીને ગયાં.

હું ગત 2જી સપ્ટેમ્બરથી લંડનમાં છું અને આ લખાઇ રહ્યું છે ત્યારે લંડન ખાતેનાં ગેઝ એન્ડ થોમસ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ ખાતે પ્રથમ રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઇ રહી છે. તેમજ મંગળવારે બીજી સર્જરી કરાશે. આ સર્જરી સફળ થતાં યુકેમાં રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ક્ષેત્રે નવા અવકાશો પ્રાપ્ત થવાની શક્યતા સેવાઈ રહી છે.

કેન્ટના બે દર્દીની હાલત કિડનીની રોબોટિક સર્જરી બાદ સુધારા પર

કેન્ટમાં રહેતાં બે દર્દી 42 વર્ષીય મહિલા સોભન મોરીસ અને એન્ડી બ્રુક્સ પર રોબો આસીસ્ટેડ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાઇ છે. સામાન્ય રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયાં પછી દર્દીને 15થી 20 દિવસ સુધી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રખાય છે. પરંતુ, રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ટીશ્યુને ઓછામાં ઓછું ડેમેજ થયું હોવાથી 4 દિવસમાં જ દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. સીઓન મોરીસે જણાવ્યું હતું કે, મારંુ પહેલાં પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું જે ઘણું પીડાદાયક હતું પણ રોબોટિક ટ્રાન્સપ્લાન્ટમાં દુખાવો 80 ટકા ઘટી ગયો જેથી સર્જરીની ખબર જ ન પડી.

સર્જરી કેવી રીતે થઇ

રોબોટિક સર્જરીમાં ડોકટરનાં હાથનો કંટ્રોલ હાથનાં કાંડા પર પહેરેલાં ખાસ પ્રકારનાં કોન્સોલ દ્વારા થાય છે. જેમાં પેટ પર નાના હોલ દ્વારા દર્દીનાં પેટ સુધી પહોંચીને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાય છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો