તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2030 સુધીમાં અમદાવાદનું ગ્રીનકવર 4.66થી ઘટીને 3 ટકા થઈ જશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ‘મેટ્રો સિટીનું ગ્રીનકવર ઓછામાં ઓછું 15 ટકા હોવું જોઈએ. જેની સામે અમદાવાદનું ગ્રીનકવર માત્ર 4.66 ટકા છે. જે ચિંતાજનક છે. ગત ઉનાળે 50 ડિગ્રી સુધી પહોંચેલુ અમદાવાદનું તાપમાન એ ઘટતા ગ્રીનકવરની જ માઠી અસરનું ઉદાહરણ છે. જો આ વાતને અમદાવાદીઓ અને ટાઉન પ્લાનર્સ ગંભીરતાથી નહીં લે તો 2030 સુધીમાં અમદાવાદનું ગ્રીનકવર ઘટીને માત્ર 3 ટકા થઈ જશે.’ આ શબ્દો છે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના પ્રો.ટી.વી. રામચંદ્રના. સેન્ટર ફોર એન્વાયર્મેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત ‘એન્જિનિયરિંગ ડે’ની ઉજવણી નિમિત્તે ‘ગ્રીનકવર’ પર યોજાયેલી ટૉકમાં તેમણે આ વાત કહી.

ગ્રીનકવર પર ઈન્ડિયન ઈન્સ્ટિ. ઓફ સાયન્સના પ્રો. ટી.વી. રામચંદ્રનું લેકચર

અમદાવાદના ઘટતા ગ્રીનકવરના કારણો વિશે પ્રો.રામચંદ્રે કહ્યું કે, ‘અમદાવાદ શહેરમાં અર્બનાઈઝેશન ખુબ થઈ રહ્યું છે. અર્બનાઈઝેશન બે પ્રકારે થાય છે. પ્લાન્ડ અને અનપ્લાન્ડ. અમદાવાદનું અર્બનાઈઝેશન અનપ્લાન્ડ છે. કોર્પોરેશનના અધિકારીઓ અને ટાઉન પ્લાનર્સે વૃક્ષારોપણ સહિતના મુદ્દા પર ધ્યાન ન આપતા આજે શહેરનું ગ્રીનકવર ઘટ્યું છે. આ ઉપરાંત સ્લમ એરિયામાં પણ વધારો થયો છે.’

50 ડિગ્રી સુધી પહોંચેલા તાપમાન માટે ઘટતું ગ્રીનકવર જવાબદાર
આ મુદ્દે શહેરના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે કહ્યું કે, ‘ઘટતું ગ્રીનકવર ખરેખર ચિંતાનો વિષય છે. ઉદ્યોગીકરણ ગ્રીનકવરના વધારા સામે અવરોધ પેદા કરી રહ્યુ છે. શહેરમાં ઈન્ડસ્ટ્રિયલ-કોર્પોરેટ એરિયાનો વધારો ગ્રીનકવર વધારવા સામે અવરોધરૂપ છે.’ આ પ્રસંગે સ્ટુડન્ટ્સે શહેરના કેટલાક વિસ્તારોમાં કરેલા સર્વેના તારણો પણ રજૂ થયા હતા.

1.60 લાખ વૃક્ષારોપણનું લક્ષ્યાંક

ગ્રીનકવર વધારવાના પ્રયાસરૂપે આ ચોમાસામાં 1.60 લાખ વૃક્ષારોપણનું અમારું લક્ષ્યાંક છે. જે પૈકી અત્યાર સુધીમાં 1.20 લાખ વૃક્ષારોપણ અમે કરી ચુક્યા છીએ. જેમાં અમારી સાથે શહેરની વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ છે. વૃક્ષારોપણ આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે. } મુકેશ કુમાર, મ્યુ. કમિશનર

અમદાવાદનું ગ્રીનકવર

8.17% રેસિડેન્ટ એરિયા
2.35% કોમર્શિયલ એરિયા
2.00% રોડ સાઈડ

ફેક્ટફાઈલ

-અમદાવાદમાં દર 17 વ્યક્તિદિઠ એક વૃક્ષનું પ્રમાણ છે.
-અમદાવાદના ફોરેસ્ટ એરિયામાં 2001થી 2015 દરમિયાન 14 ટકાનો ઘટાડો નોંધાયો
-2030 સુધીમાં અમદાવાદના 80 ટકા વિસ્તારમાં કોંક્રિટના જંગલો હશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો