તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુર્કીમાં છોકરીએ મીઠું નાખીને બનાવેલી ચા છોકરો પી જાય તો સગાઈ નક્કી થાય છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ‘અમે તૂર્કીના કલ્ચરમાં જોયું તો ત્યાં છોકરા-છોકરીનું સગપણ નક્કી કરવાનું હોય ત્યારે છોકરાવાળાઓ  છોકરીના ઘરે જાય અને સ્પેશ્યલી છોકરા માટેની ચા છોકરી જ બનાવે અને તેમાં પાછું મીઠું નાખવામાં આવે! આ મીઠાવાળી ચા જો છોકરો માેઢું મચકોડ્યા વિના પી જાય તો સગાઈ પાક્કી. આ રીતે ત્યાંના કલ્ચરને નજીકથી જોવાનોઅમારા માટે આ એક નવો અનુભવ હતો.’ આ શબ્દો છે એફ.ડી. હાઈસ્કૂલમાં ધો.10 અને 11 સ્ટુડન્ટ્સ મંતશા પઠાન અને આતેકા મન્સૂરીના. મંતશા અને આતેકા ઉપરાંત એલ.જે. કોલેજના સ્ટુડન્ટ્સ ફોરમ પટેલ અને ડેમોક્રેટિક હાઈસ્કૂલનો આશિષ મકવાણા હમણાં જ તૂર્કીના શહેર બુરસા ખાતે સાઉથ એશિયન સમર કેમ્પમાં  ભાગ લઈને આવ્યા છે.

સમર કેમ્પમાં તુર્કી ગયેલાં સ્ટુડન્ટ્સે ત્યાંના કલ્ચર વિશે વાત કરતાં કહ્યું

અમેરિકન કાઉન્સિલ ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશન અને ફ્યુચર સ્ટાર્સના ઉપક્રમે અમદાવાદના આ 4 સ્ટુડન્ટસ તૂર્કીના કલ્ચરને જાણવા ઉપરાંત ઈંગ્લિશ ઈમ્પ્રુવમેન્ટ માટે પસંદગી થઈ હતી. એફડી હાઈસ્કુલના પ્રિન્સિપાલ મોહમ્મદ હૂસેન ગેણાએ કહ્યું કે, ‘આ ચાર સ્ટુડન્ટ્સને તૂર્કીમાં ત્યાંનું કલ્ચર ઉપરાંત બેઝબોલ, વોલિબોલ અને બીજી સ્પોર્ટસની પણ પ્રેક્ટિકલી ટ્રેનિંગ અપાઈ હતી. આ ઉપરાંત તેમને ઈંગ્લિશમાં રાઈટિંગ સ્કિલ અને વૈશ્વિક રીતે આ સ્ટુડન્ટસ કઈ રીતે લીડરશીપ લે તેની જાણકારી અપાઈ હતી.’

ગુજરાતના ગરબા વિશે જાણકારી આપી

તુર્કીના બૂરસાની 11થી 28 ઓગસ્ટ દરમિયાનની ટૂર અમારે માટે યાદગાર રહી હતી. કેમ કે તેમાં અમને તુર્કીનું કલ્ચર તો જાણવા મળ્યું જ તેની સાથે આપણા ગરબાની પણ અમે તેમને જાણકારી આપી તો તેઓ ખુશ થઈ ગયા હતાં. -મંતશા પઠાન, ધો.10, એફડી હાઈસ્કૂલ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો