તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DPSએ ફીમાં રૂ.12 હજાર સુધી વધારો કર્યો, વાલીઓના દેખાવો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ બોપલની દિલ્હી પબ્લિક સ્કૂલમાં પ્રિ પ્રાઈમરી,  પ્રાઈમરી,  સેકન્ડરી-હાયર સેકન્ડરીમાં શૈક્ષણિક વર્ષ 2017-2018 માટે કરાયેલા 12 થી 14 ટકા  ફી વધારાના વિરોધમાં વાલીઓએ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ડીપીએસે શૈક્ષણિક ફી, ગણવેશ ફી, ટ્રાન્સપોર્ટેશન ફી મળીને વાર્ષિક સરેરાશ રૂ. 10,000થી 12,000 સુધીનો વધારો કર્યો છે.

વાલીઓએ આ ફી વધારાની માહિતી આપી તેને પાછો ખેંચવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. શનિવારે સ્કૂલ બહાર વાલીઓએ વધારો પાછો ખેંચવાની માગણી કરતાં બેનર ફરકાવ્યા હતા.  વાલીઓને  સ્કૂલના ઓએસડીએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ  તેમણે પ્રિન્સિપાલને મળવા માટેનો આગ્રહ રાખ્યો હતો.   વાલીઓના વિરોધને પગલે સ્કૂલે ગેટ બહાર બાઉન્સરો ગોઠવી દીધા હતા. પરાગ ગાંધી નામના વાલીએ કહ્યું  કે,‘ફી વધારો પાછો ખેંચવો પડશે. નહીં તો આંદોલન કરાશે.

ડીપીએસના ઓએસડી ઉન્મેશ દીક્ષિતે કહ્યું કે,  ‘ફી વધારાના બહાને અંદાજે 100 વાલીઓ ડીપીએસ બોપલ ખાતે એકત્ર થયા હતા, એવું  લાગે છે કે વાલીઓ સ્થાપિત હિતો છે અને તેમને પોલખોલ ટીવીના આશિષ કંજારિયા ઉશ્કેરે છે. સ્કૂલ પત્ર લખીને તમામ વાલીઓને સ્કૂલની મુલાકાત લેવા અને તેમને જો કોઈ સમસ્યા હોય તો તે અંગે ચર્ચા કરવા હંમેશા જણાવે છે.
આગળ જુઓ, વધુ તસવીરો
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો