તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ફિબીયસ બાઈક: અ’વાદી સ્ટુડન્ટ્સે બનાવી પાણી-જમીન પર ચાલી શકે તેવી બાઈક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: પાણીમાં ચાલતું વાહન જમીન પર ચાલી શકતુ નથી. પરંતુ આ બાબતનું ક્રિએટિવ સોલ્યુશન શહેરની આદિશ્વર કોલેજ (વિનસ)  ઑફ ટેકનોલોજીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા  નિકુંજ વ્યાસ, ચિંતન પટેલ, નિશાંત પટેલ અન ભાર્ગવ સોનીએ ‘એન્ફિબીયસ’ બાઈક’બનાવી શોધી કાઢ્યુ છે. આ બાઈક પાણી અને રોડ પર ચાલવાની ક્ષમતા ધરાવે છે.

52 સી.સી.ના બે એન્જિનની મદદની ચાલે છે આ અનોખી બાઈક

આ અંગે પ્રોજેક્ટના ગાઈડ પ્રો. મિતરાજ બેંકરે કહ્યું કે‘સ્ટુડન્ટસે યૂ ટ્યૂબ પર રશિયન સાઈન્ટિસ દ્વારા બનાવેલુ રશિયન કાંગારુ વાહન પરથી પ્રેરાઈને આ વાહન બનાવ્યુ છે. જેમાં 52સીસીના બે એન્જિન લગાવાયા છે. જે પેટ્રોલ દ્વારા સંચાલિત છે.’ આ કાર બનાવતા વિદ્યાર્થીઓને છ મહિનાનો સમય લાગ્યો છે. હાલ તેના ડિઝાઈન પર રિસર્ચ કરવામાં આવી રહ્યુ છે. ડિઝાઈનમાં ફેરફાર કરીને તેની સ્પીડ વધારી શકાય છે.આ બાઈકા હાલ યુઝ કરી શકાય તે સ્ટેજમા પહોંચી ગયુ છે. બાઈકના વધારાના ફીચર પર  સ્ટુડન્ટસ રિસર્ચ કરી રહ્યા છે.

ક્યા યુઝ કરી શકાય છે

આ ટુ વ્હીલરના બંને ટાયર ટ્યુબવાળા છે. આથી રોડ પર આ વ્હીકલને દોડાવી શકાય નહી.પણ પોચી જમીન, બરફ અને પાણીમાં આ વ્હીકલ સરળતાથી ચાલી શકે છે. એડવેન્ચર રાઈડ, ગોલ્ફના મેદાનમાં પણ ચાલી શકે છે.

સ્ટુડન્ટસે કઈ સમસ્યા ફેસ કરી?

વ્હીકલ બનાવતી વખતે  આવેલી સમસ્યાઓ વિશે વાત કરતા પ્રો. મિતરાજ બેંકરે કહ્યું કે, ‘સામાન્ય રીતે ટુ વ્હીલર પાણીમાં પલટી મારી જતા હોય છે. આવી પરિસ્થિતિમાં અમારી પાસે વ્હીકલને કેવી રીતે બેલેન્સ કરવુ તેની સમસ્યાનું સમાધાન અમે વ્હીકલની પાછળ એક ટેલ(પુંછડી)લગાવીને શોધી કાઢ્યુ.  એક લાબા પાઈપની મદદથી  હવે બાઈક બેલેન્સ કરી શકાશ છે.’

બાઈકના ફીચર

- 52 સી.સી.ના બે એન્જિન
- બાઈકનો પ્રકાર: એન્ફિબીયસ’ બાઈક
- એક વ્યકિતને બેસવાની સગવડ
- 30 કિ.મીની મહત્વ સ્પીડ
- પાણી અને નરમ જમીન પર ચાલી શકે
- બે ટ્યુબલેસ ટાયર
- અંદાજીત ખર્ચ 18 હજાર

શુ છે આ બાઈકનું મિકેનિઝમ?

બે મોટી ટયુબની મદદથી પાણીમાં, બરફ પર અને નરમ જમીન પર મહત્વ 30ની સ્પીડ પર ચાલી શકે તેવા ટુ વ્હીલરને ‘એન્ફિબીયસ’ બાઈક તરીકે ઓળખાય છેે. જેમાં બંને વ્હીકલની પાછળ એન્જિન અને અમુક ચોક્કસ પ્રકારની લેન્થ પર રખાયેલા પંખાઓની મદદથી વ્હીકલ  આગળ વધે છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો