તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2685 નોકરી ઓફર કરાશે 7થી 19 હજાર સુધી પગાર,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ ગુજરાત રાજ્યના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેઈનિંગ હસ્તકની અમદાવાદની રોજગાર કચેરીએ બુધવારે ગુજરાત કોલેજ ખાતે ‘મેગા જોબ ફેર’નું આયોજન કર્યું છે. ધો.10-12  તેમજ ગ્રેજ્યુએટ થયેલા 18થી 35 વર્ષની વયજૂથના ઉમેદવારોને 2685 જેટલી જોબ ઓફર કરાશે.

આ મેગા જોબ ફેર માટે રોજગાર કચેરી ખાતે નોંધણી કરાવનાર આશરે 3000 ઉમેદવાર ઉપરાંત રજિસ્ટ્રેશન ન કરાવનાર ઉમેદવારો પણ મેગા જોબ ફેરમાં ભાગ લઈ શકશે તેમ આસિસ્ટન્ટ ડાયરેક્ટર   એસ.આર. વિજયવર્ગીયે જણાવ્યું હતું. જોબફેરમાં 16 કંપનીઓ ભાગ લેશે અને 7000થી 19 હજાર સુધી પગાર ઓફર કરાશે. તેજસ્વી ઉમેદવારને સરળતાથી નોકરી મળી જતી હોય છે, પરંતુ અભ્યાસમાં મધ્યમ વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં ખાસી મુશ્કેલી પડતી હોય છે.આ સ્થિતિમાં નોકરી ઈચ્છુક ઉમેદવારોને નોકરી આપવા, જ્યારે વિવિધ ઔદ્યોગિક એકમોને જરૂરી માનવશ્રમ પૂરું પાડવા માટે 2685 જેટલી પોસ્ટ પર  રોજગારી પૂરી પાડવાના હેતુસર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
 
16 કંપની ભાગ લેશે
-કુલ 16 જેટલી કંપનીઓ દ્વારા 2685 પોસ્ટ પર માસિક રૂ. 7000થી રૂ. 19,000 સુધીનો પગાર ઓફર કરાશે.
-ગ્રેજ્યુએટ થયેલા 25 વર્ષની વયજૂથના ઉમેદવારો ખાનગી બેન્કમાં કસ્ટમર સર્વિસ ઓફિસર તરીકેની નોકરી ઓફર થશે.
-કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ, વિઝ્યુલ એક્ઝિક્યુટિવ,ડેટા એન્ટ્રી ઓપરેટર, ટેલિ કોલર સહિતની ભરતી થશે.
-રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેેવા ઉમેદવારો ભાગ લઈ શકશે.
-મેગા જોબફેરમાં ભાગ લેવા માટે કોઈ ચાર્જ નથી.
-સવારે 11થી બપોરે ચાર સુધી યોજાશે મેગા જોબ ફેર.
-આત્મવિશ્વાસ, કામ કરવાની ધગશ અનિવાર્ય શરત છે.
 
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો