તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અ’વાદ: કેન્ટોનમેન્ટ રોડ બંધ, ઉજ્જડ રસ્તા પર જતી મહિલાઓની છેડતી વધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : આર્મી કેન્ટોનમેન્ટ નજીકનો ટી.પી રોડ નહીં ખોલવાના મામલે આર્મી અને મ્યુનિ.સત્તાધીશોની હઠના કારણે અહીં વર્ષોથી રહેતા પરિવારની મહિલાઓ અસાલમત બની છે. અત્યારસુધી રસ્તો નહીં ખોલવાના કારણે જે રસ્તેથી મહિલાઓ પસાર થાય છે ત્યાં તેમની સાથે છેડતીના સંખ્યાબંધ કિસ્સા બની ચૂકયા છે. આ અંગેની ફરિયાદો મુખ્યમંત્રી સુધી કરાઈ છે. વધુ એક વખત અહીં રહેતી મહિલાઓ દ્વારા હ્યુમન રાઈટ કમિશન સમક્ષ આ અંગેની ફરિયાદ કરી હતી. અગાઉ મહિલા આયોગે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને પત્ર પાઠવી તાકીદે ટી.પી 67નો રોડ ખોલવા તાકીદ કરી છે.

આર્મી-મ્યુનિ. વચ્ચેની ખેંચતાણથી મહિલાઓ અસલામત

હાંસોલ ટી.પી.67નો રસ્તો ખોલવા અંગેની દરખાસ્ત થોડો સમય અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાઈ હતી. મ્યુનિ.આર્મીને જમીનના બદલામાં જમીન ઉપરાંત પ્રોટેકશન વોલ, અંડરપાસ સહિત 22 કરોડના ખર્ચ કરવા તૈયાર હતી. જો કે, કમિટીઅે આ દરખાસ્ત રદ કરી દીધી હતી. અને વૈકલ્પિક રસ્તો ખુલી શકે છે કે કેમ તે અંગે વિચારણા માટે સમય લીધો હતો. દરમિયાનમાં આર્મી સત્તાધીશો સાથે પણ હાલમાં જે રસ્તો બંધ કરી દેવાયો છે તેને ખોલવા માટે મડાગાંઠો કરવા તૈયારી બતાવી હતી. હજુ સુધી રસ્તો ખોલવાની દિશામાં ચર્ચા થઈ નથી.

દરમિયાનમાં હાંસોલની મહિલાઓએ છેડતી થતી હોવા અંગેની ફરિયાદ હ્યુમન રાઈટ કમિશનને કરી હતી. સ્થાનિક મહિલા દિપીકાબેન, સંજનાબેન, પ્રિતીબેન, ચિત્રાબેન, દક્ષાબેન સહિતની મહિલાઓએ કહ્યું કે, જે રસ્તેથી અમે અવરજવર કરીએ છીએ તે રસ્તો વેરાન હોવાના કારણે હેરાનગતિનો સામનો કરવો પડે છે. એકલા તો આ રસ્તે જઈ શકાય તેમ નથી. અગાઉ વખતોવખત છેડતીના કિસ્સા બન્યા હતા.’
અન્ય સમાચારો પણ છે...