તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદની મેઘા ઓલ ઈન્ડિયા એલોકેશન કોમ્પિટીશનમાં ફર્સ્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: આઈસીએસઆઈ દ્વારા સી.એસ. સ્ટુડન્ટ માટે દિલ્હીમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા એલોકેશન કોમ્પિટીશનમાં અમદાવાદની સ્ટુડન્ટ મેઘાબાલ્યાને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. મેઘા બાલ્યાને ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા ટુ કિકસ્ટાર્ટ આંત્રપ્રિન્યોરશિપ-સ્કોપ ફોર સીએસ પ્રોફેશનલ્સ’ સબજેક્ટ પર 10 મિનિટનું પ્રેઝન્ટેશન આપ્યુ હતું. મેઘા હાલ સીએસ એક્ઝીક્યુટીવમાં સ્ટડી કરે છે. તેણે દેશભરમાંથી આવેલા 7 સ્ટુડન્ટને પાછળ રાખીને આ કોમ્પિટીશન જીતી છે.

દેશભરમાંથી આવેલા 7 વિદ્યાર્થીઓને પાછળ રાખી હાંસલ કરી સિદ્ધી

મેઘા કહે છે, ‘કોમ્પિટીશનમાં આપેલા સબજેક્ટ પર પ્રેઝન્ટેશન આપીને ઓડિયન્સ સાથે ઈન્ટરેક્શન પણ કરવાનો પડકાર હતો. હું દેશમાં શરૂ થતા નવા સ્ટાર્ટઅપ્સમાં એક કંપની સેક્રેટરી શું ફાળો આપીને તેને સફળ બનાવી શકે તેના પર ભાર મુકીને હું આગળ વધવા માંગુ છું.’ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા સી.એસ. સ્ટુડન્ટ વર્તમાન પ્રવાહોથી વાકેફ રહે અને તેમનામાં આ પ્રવાહોનું કેટલુ નોલેજ છે તે ચકાસવાના હેતુથી 15મી ઓલ ઈન્ડિયા એલોકેશન કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ રિજનમાંથી બે બે સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો.

જજિસે કયા મુદ્દાના આધારે આપ્યા ક્રમાંક

કોમ્પિટીશનમાં દેશભરમાંથી આવેલા 8 સ્ટુડન્ટ્સે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા ટુ કિકસ્ટાર્ટ આંત્રપ્રિન્યોરશિપ-સ્કોપ ફોર સીએસ પ્રોફેશનલ્સ’પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. જજિસે સ્ટુડન્ટ્સના અવાજ, ફ્લો, ઈંગ્લિશ ઉચ્ચારણ, બોડિ લેંગ્વેજ, કન્ટેન્ટ, પબ્લિક ઈન્ટરેક્શન અને ક્લેરિટી ઓફ થોટ્સને ધ્યાનમાં રાખીને ક્રમાંક આપ્યા હતા.

પ્રેઝન્ટેશનના પોઈન્ટ્સ

-સ્ટાર્ટઅપ શરૂ કરવાની બાબતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
-દેશના 90 ટકા સ્ટાર્ટઅપ શરૂઆતમાં જ બંધ થઈ જાય છે
-માત્ર 1 ટકા સ્ટાર્ટઅપ જ કરે છે સર્વાઈવ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો