ગેટ ટુ ગેધરનું આયોજન : અમદાવાદી ગર્લ્સે માણી ઘોડેસવારીની મજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોપલ રોડ ખાતે આવેલ સ્ટૅલ્યન હોર્સ રાઈડિંગ ક્લબ ખાતે હાલમાં એક ગેટ ટુ ગેધરનું આયોજન કરાયું હતું. જેમાં સ્કૂલ્સમાં ભણતી નાની બાળકીઓ સહિત શહેરના લેડી આંત્રપ્રિન્યોર્સે હોર્સ રાઈડિંગની મજા માણી હતી અને તે વિ‌શે વાત કરી હતી.

અમદાવાદ: એડ્વેન્ચર નામ આવે એટલે છોકરીઓ પાછળ રહે તેવું કોણ કહે છે? બાઈક, બુલેટ, સ્પોટર્સ કાર આ બધા મશીન્સ પર તો અમદાવાદી ગર્લ્સે હાથ અજમાવી લીધા છે. રીયલ સ્પોટર્સની વાત આવે તો હોર્સ રાઈડિંગ છે, મોસ્ટ એડ્વેન્ચર્સ રાઈડ અને આ રાઈડ કરવામાં આપણી અમદાવાદી એડ્વેન્ચર્સ ગર્લ્સ છે સુપર કૂલ. બોપલ રોડ ખાતે આવેલી સ્ટૅલ્યન હોર્સ રાઈડિંગ ક્લબ ખાતે તાજેતરમાં એક ગેટ ટુ ગેધરનું આયોજન કરાયું હતું, જેમાં સ્કૂલ્સમાં ભણતી નાની બાળકીઓ સહિત શહેરના લેડી આંત્રપ્રિન્યોર્સ હોર્સ રાઈડિંગ કરતાં નજરે ચઢ્યા.

હોર્સ રાઈડિંગમાં એક્સપર્ટ અને ટ્રેનર ભાવિનસિંઘ રઘુવંશીના માર્ગદર્શન હેઠળ ગર્લ્સ ગેન્ગે હોર્સ રાઈડિંગની મઝા માણી હતી. ટ્રેનર ભાવિન સિંઘ રઘુવંશી જણાવે છેકે, ‘9 પ્રકારની જે જીમ એક્સરસાઈઝ હોય છે, તે કરવાથી જે ફાયદો થાય તે ફાયદો 20 થી 25 મિનીટના હોર્સ રાઈડિંગથી થાય છે. સીટઅપ્સ કરવાથી થતા ફાયદા હોર્સ રાઈડિંગમાં થાય છે. ટોન્ડ બોડી થાય, હાથ, પગ, સ્ટમકનું કોર વર્કઆઉટ થાય છે, નેકની પણ એક્સરસાઈઝ થાય છે. અમારે ત્યારે 30 ટકા ગર્લ્સ રાઈડર્સ છે. અમારા ઘણાં રાઈડર્સ એવા છેકે જેમણે માત્ર હોર્સરાઈડિંગ દ્વારા 10 થી 15 કિલો વજન પણ ઉતાર્યું છે. આ એક ફિઝિકલ અને મેન્ટલ એક્સરસાઈઝ છે. હું અને ક્લબના ઓનર રવિકાંત પરમાર હોર્સ રાઈડિંગની ટ્રેનિંગ આપીઅ છીએ. ’

એન્ગર મેનેજમેન્ટ : સ્ટ્રેસ દૂર કરવામાં, એન્ગર મેનેજમેન્ટમાં, અંદર સારી ફીલિંગ્સ લાવવામાં મને હોર્સ રાઈડિંગે ઘણી મદદ કરી છે. મને હોર્સ માટે ઘણો લગાવ છે. એક વાર તમારું જો ઈમોશનલ અટેચમેન્ટ હોર્સ સાથે થઈ જાય પછી તમને વ્હાલ પણ કરશે આ એક અનુભૂતી ઘણી અદભૂત છે. - વૈષ્ણવી ઝરીવાલા, આર્ટ ડિલર
આગળ વાંચો અન્ય ગર્લ્સના અનુભવો..