અમિત શાહના જેના માથે આશીર્વાદ હશે તે એપીએમસી પ્રમુખ બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ :  અમદાવાદ એપીએમસીમાં તા. 29માર્ચે નવા પ્રમુખની વરણી લગભગ નિશ્ચિત છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં એક રાજકીય કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યાં છે. તે દિવસે એપીએમસીના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

એપીએમસીના નવા પ્રમુખ તરીકે બિપિન પટેલનું નામ અગ્રેસર છે. આ ઉપરાંત આ હોદા માટે અન્ય ચાર નામો પણ ચર્ચાઇ રહ્યાં છે. જેમાં હિતેશ બારોટ, ગોબરજી ઠાકોર, અતુલ પટેલ અને દશરથ પશાજી પટેલના નામો પણ ચર્ચાઇ રહ્યાં છે. અમિત શાહ જેના નામ પર મંજૂરીની મોહર મારશે તેની નિમણૂક થશે. અમદાવાદ એપીએમસીમાં 2015માં ચેરમેન અને વાઈસ ચેરમેન દ્વારા 123 કર્મચારીઓને ગેરકાયદે ભરતી કરવામાં આવી હતી. આ મુદ્દે ભારે વિવાદ થતા તત્કાલીન પ્રમુખ કેતન પટેલે રાજીનામું આપવું પડ્યું હતું. લગભગ છેલ્લા 5 મહિનાથી એપીએમસીના પ્રમુખની જગ્યા ખાલી પડી છે.

અગાઉ એપીએમસીના પ્રમુખ તરીકે વરણી કરાશે અને તે માટે તારીખ નક્કી કરાઇ હતી. પરંતુ અગમ્ય કારણોસર આ વરણી પ્રક્રિયા મોકૂફ રખાઇ હતી. હાલમાં એપીએમસીની ચૂંટાયેલા ડિરેક્ટરો ભાજપ સાથે સંકળાયેલા છે અને તે પૈકી  બિપિન પટેલ, હિતેશ બારોટ, ગોબરજી ઠાકોર, અતુલ પટેલ અને દશરથ પશાજી પટેલના નામો ચર્ચાઇ રહ્યાં છે. એપીએમસીના પ્રમુખની હોડમાં અમિત શાહ દ્વારા બિપિન પટેલના નામ પર મહોર મારે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
 
અન્ય સમાચારો પણ છે...