તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનગીકરણઃ એરપોર્ટ ટર્મિનલનું સંચાલન મે સુધીમાં ખાનગી કંપનીને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ અને જયપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ સહિત અન્ય એરિયાનું સંચાલન અને મેઈન્ટેનન્સ ખાનગી કંપનીને સોંપવાની કવાયાત ચાલી રહી છે. આ બંને એરપોર્ટના સંચાલન માટે 11 કંપનીઓએ રસ દાખવ્યો છે. આ કંપનીઓના બીડ સહિત અન્ય કામગીરી પૂર્ણ કર્યા બાદ મેના અંત સુધીમાં આ બંને એરપોર્ટ ખાનગી કંપનીને સોંપી દેવાશે. અગાઉ બે ‌વાર ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કર્યા બાદ પૂર્ણ થઈ શકી ન હતી.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે, પેસેન્જરોને સારી સુવિધા માટે ટર્મિનલ બિલ્ડિંગ, પેસેન્જર બોર્ડિંગ એરિયા, એપ્રોન એરિયા સહિત કેટલાક વિસ્તારોના સંચાલન અને મેઈન્ટેનન્સ ખાનગી કંપનીને સોંપાશે. 7 માર્ચે 11 કંપનીઓએ પ્રીબિડ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં જીએમઆર, જીવીકે, અદાણી પોર્ટ સહિત 11 કંપનીઓએ અમદાવાદ એરપોર્ટ માટે તેમજ 11માંથી 6 કંપનીઓએ જયપુર  એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના સંચાલન માટે રસ દાખવ્યો હતો.
 
અન્ય સમાચારો પણ છે...