અ'વાદ: જમવામાંથી સ્ટેપ્લર પિન નીકળતાં યુવતિના મોઢામાં ઇજાઓ, રેસ્ટોરાં સીલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: શહેરના મેમનગરમાં આવેલી ડિનરબેલ રેસ્ટોરાંની જમવાની ડિશમાંથી સ્ટેપ્લરની પિન નીકળતા આખરે મ્યુનિ.એ શનિવારે રાત્રે રેસ્ટોરાં સીલ કરી હતી અને વધુ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેપ્લરની પિન ખાવામાં આવી જતાં યુવતીને મોંઢામાં ઈજાઓ પહોંચી હતી.

શનિવારે બપોરે ત્રણ-ચાર પરિવારો ડિનરબેલ રેસ્ટોરાંમાં જમવા માટે ગયા હતા. અહીં તેમણે જમવાનો ઓર્ડર આપ્યા બાદ મેનૂ પ્રમાણેની ડિશ પીરસાઈ હતી. પરિવારની એક યુવતીની પ્લેટમાં સ્ટેપ્લરની પિન આવી હતી. યુવતીએ કોળિયો ભર્યો ત્યાં જ પિન મોઢાની અંદરના ભાગે વાગતા લોહી નીકળ્યું હતું. મ્યુનિ.એ આ ઘટના પછી સેમ્પલ લીધા હતા અને શનિવારે રાત્રે સાડા બાર વાગ્યે રેસ્ટોરાં સીલ કરી દેવામાં આવી હતી.
નાસ્તામાં વંદા બદલ આખરે ‘દાસ’ ખમણને 50 હજારનો દંડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસની સ્વચ્છતા અંગેની બેઠક દરમિયાન મંગાવેલી નાસ્તાની ડિશમાં વંદા નીકળતાં દાસ ખમણને સીલ કરી મ્યુનિ.એ રૂ.50 હજારનો દંડ વસૂલ કર્યો હતો. હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ કહ્યું કે, ‘હાલમાં પેસ્ટ કંટ્રોલની કામગીરી માટે સીલ ખોલાયું છે પણ તે પૂર્ણ થયા બાદ ફરી સીલ કરી દેવાશે અને પછી નિર્ણય કરવામાં આવશે સીલ ક્યારે ખોલવું ’. એક સપ્તાહ અગાઉ સ્વચ્છતા અંગેની બેઠકમાં દાસ ખમણમાંથી સેન્ડવીચ ઢોકળા મંગાવવામાં આવ્યા હતા. 25માંથી ચાર અધિકારીઓની ડીશમાંથી વંદા નીકળતાહેલ્થ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...