અમૂલ દૂધની થેલી પર કૂલિંગ ચાર્જ વસૂલતા વેપારીઓને ત્યાં દરોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ અમદાવાદમાં તોલમાપ વિભાગે દૂધની થેલી સહિત ઠંડા પીણા પર  કૂલિંગ ચાર્જ લેતા 50થી વધુ એકમો પર દરોડા પાડ્યા હતા.  આ મુદ્દે  ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડીલરો, પાર્લરો તેમજ ડેરીઓ પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હોવાનું અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું. ડેરી-પાર્લરના દુકાનદારો સવારે 8 વાગ્યા પછીથી દૂધની થેલી ઉપર  રૂ. 1-2 જેટલો વધારાનો કુલિંગ ચાર્જ વસૂલતા હોવાની ગ્રાહકોએ વ્યાપક ફરિયાદો કરી છે. એક તરફથી દૂધના ભાવમાં થયેલો વધારો અને પાછું દૂધની થેલી પર વસૂલાતો વધારાનો કુલિંગ ચાર્જ ગ્રાહકોને ‘પડ્યા પર પાટું’ જેવા લાગ્યા છે.

બીજી તરફ અલગથી કુલિંગ ચાર્જ ન વસૂલવા અમૂલ કંપનીએ વેપારીઓને ફરજ પાડી છે. એટલું જ નહીં, કૂલિંજ ચાર્જ વસૂલતા વેપારીઓને માલ ન આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.  સોઢીએ વધુમાં કહ્યું હતું કે ફરિયાદના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી કરાય છે. અમૂલની ખાસ ટીમ સ્થળ પર જઈને વેપારીને કુલિંગ ચાર્જ ન વસૂલવા પહેલી અને છેલ્લી વાર વોર્નિંગ આપે છે. આ પછી પણ કુલિંગ ચાર્જ વસૂલાતો હોય તો અમૂલના ડિલર કે પાર્લરની એજન્સી રદ કરી દેવામાં આવે છે.

એજન્સી રદ્દ કરવામાં આવશે
અત્યાર સુધીમાં અમદાવાદના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે અને અંતિમ નોટિસ પણ આપી દેવાઈ છે. કંપનીની ટીમની સૂચના પછી પણ કુલિંગ ચાર્જ વસૂલવાનું ચાલુ રાખવામાં આવશે તો તેની એજન્સી રદ કરવા ઉપરાંત તેને દૂથની થેલીનો સપ્લાય બંધ કરવા સુધીનાં સખત પગલાં ભરાશે. એકમ રદ કરાશે તો તેની નજીકમાં નવા ડીલરો તેમજ ખાનગી ડેરીના ચાલકો અથવા કંપની પોતે કાઉન્ટર શરૂ કરી દેશે. જેથી કરીને સ્થાનિક લોકોને અવગડ પડે નહીં.

આગળ વાંચો, રાજ્યભરમાં લેવાતો હતો ચાર્જ
 
અન્ય સમાચારો પણ છે...