તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લેટલેટ-પેશાબ નિયમિત હોવા જરૂરી: ડેન્ગ્યુ પોઝિટિવ હોવા છતા નહીં થવું પડે દાખલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ડેન્ગ્યુનાં લક્ષણોને કારણે હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા વધી રહી છે. પરંતુ, હકીકતમાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં પ્લેટલેટ કાઉન્ટ એકદમ ઘટી ન જાય અને પેશાબ બરાબર આવતો હોય તો દર્દીએ દાખલ થવાની જરૂર નથી, છતાં લોકો ડરને કારણે જરૂર હોય કે ન હોય ડોક્ટરને દાખલ કરવા માટે કહે છે. એક ડોક્ટરે નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ ધાતક છે જેને કારણે ડેન્ગ્યુનાં લક્ષણો દેખાય કે રિપોર્ટ પોઝિટિવ આવતાં લોકો ગભરાટનાં માર્યા પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં દાખલ થવા દોટ મૂકે છે.

ગભરાટને કારણે દર્દીઓ સામે ચાલીને દાખલ થતાં હોવાના વધી રહેલા કિસ્સા

લોકોમાં ડેન્ગ્યુનો ડર એ હદે ઘર કરી ગયો છે કે, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય કે ન હોય છતાં દર્દીનો ડર પારખી ગયેલાં કેટલાંક ડોક્ટરો દર્દીને બેથી ત્રણ દિવસ દાખલ કરી ગ્લુકોઝની બોટલ ચઢાવીને રજા આપે છે. હકીકતમાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં જયાં સુધી દર્દીનાં પ્લેટલેટ કાઉન્ટ એકદમ નીચે ન જાય ત્યાં સુધી દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. પરંતુ , વ્યક્તિ પોતાનાં ઘરમાં પૂરતો આરામ કરે, પેરાસિટામોલ ગોળી લે તેમજ દિવસમાં વધુમાં વધુ પ્રવાહી લેવાની જરૂર છે.

દિવસમાં ચારથી પાંચ લિટર લિક્વિડ લેવું

તાજેતરમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનમાં પણ ડોક્ટરોએ કોઇપણ પ્રકારનાં દુખાવા કે તાવમાં ભારે પેનકિલર લેવાને બદલે પેરાસિટામોલ લેવીની ટેબ્લેટ લેવી. તેમજ દિવસમાં ચારથી પાંચ લિટર લિક્વિડ લેવું. જેમાં મોસંબી, નારંગી, પપૈયાનો જ્યૂશ અને નાળિયેર પાણી લેવું.

-પેરાસિટામોલ-ફોલિક એસિડની દવા લો

પ્લેટલેટ ઓછા થતાં લોકો ડરીને હોસ્પિટલમાં દાખલ થવા અને બોટલ ચઢાવવા માટે દોડી જાય છે. પરંતુ, જો વ્યકિતને પેશાબ બરાબર આવતો હોય તો હોસ્પિટલમાં દાખલ થવાની કે બોટલ ચડાવવાની જરૂર નથી. ફેમિલી ફિઝિશિયનની સલાહ લેવી અને પેરાસિટામોલ તેમજ ફોલિક એસિડની દવા લેવી તેમજ પૂરતો આરામ કરવો જરૂરી છે.
અન્ય સમાચારો પણ છે...