તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયન્સસિટીથી BRTSમાં બેસવું હશે તો કાદવમાં થઈને ટિકિટ લેવી પડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : સાયન્સસિટી બીઆરટીએસ સ્ટેન્ડ ન બનાવાના કારણે મુસાફરોને પરાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બસ સ્ટેન્ડના અભાવે લોકોને રસ્તાની વચ્ચે ઊભા રહીને બસની રાહ જોવી પડે છે. જ્યારે બસની ટિકિટ માટે ભારે ટ્રાફિકવાળા રસ્તો ક્રોસ કરવો પડે છે. બીઆરટીએસમાં સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી બસ સ્ટોપની વ્યવસ્થા કરવામાં નથી આવતી. સાયન્સસિટી ખાતે રોજના 1500 મુસાફરો માટે 12 બસો દ્વારા 88 ફેરા કરવામાં આવે છે.

સાડાત્રણ વર્ષથી બસસ્ટેન્ડ બનાવવામાં આવ્યું જ નથી

સાડા ત્રણ વર્ષથી બીઆરટીએસ દ્વારા શહેરના સાયન્સસિટી એપ્રોચથી ઓઢવ એસપી રિંગ રોડ અને સાયન્સસિટીથી મણિનગર સુધી બસની સુવિધા શરૂ કરવામાં આવી છે. શરૂઆતથી જ આ સ્થળે બસ સ્ટેન્ડની જગ્યાએ ટિકિટ માટે બુથ મૂકવામાં આવ્યું છે. હાલમાં સ્થિતિ એવી છે કે બુથની આજુબાજુ વરસાદી પાણી તેમજ કાદવ-કીચડ થઇ ગયા છે. મુસાફરોને મજબૂરીમાં આ કાદવામાં પગ મૂકીને ટિકિટ લેવા જવું પડે છે. જ્યારે બીઆરટીએસના અધિકારીઓ એક-બીજાને ખો આપી જવાબદારીમાંથી છટકી રહ્યા છે.

સ્થાનિક અને સામાજિક કાર્યકર રોહિતભાઇ પટેલે જણાવ્યું કે,બસ સ્ટોપની સગવડ ન મળે તો બીઆરીટીએસમાં એએમટીએસનું ભાડું લેવામાં આવે. મુસાફરોએ ટિકિટ લીધા પછી બસમાં બેસવા માટે સખત ટ્રાફિક વાળા 120 ફૂટ પહોળો રસ્તો ક્રોસ કરવો પડે છે.

કોઈ સાંભળતું જ નથી

બીઆરટીએસની ટિકિટ લેવા માટે રોજ આ કાદવમાં ઊભા રહેવું પડે છે. બહુ ખરાબ લાગે છે, અંકલને અનેક વખત ફરિયાદ કરી છે પરંતુ સાંભળતા જ નથી. -વ્રજ પટેલ, સ્ટુડન્ટ સાયન્સસિટી

બાળકો સાથે હોય તો ડર રહે છે

બીઆરટીએસ કેબિન કાદવમાં હોવાથી જેમ-તેમ કરીને ટિકિટ તો લઇ લઈએ છીએ પરંતુ બસ રસ્તાની વચ્ચે ઊભી રહેતી હોવાથી બાળકો સાથે રસ્તો ક્રોસ કરવામાં અકસ્માતનો ડર રહે છે. -ગંગાબહેન દેસાઇ, સ્થાનિક

ટૂંકમાં બસ સ્ટેન્ડ બની જશે

સાયન્સસિટી એપ્રોચ પાસે બસ સ્ટોપ બનાવા અમારી પાસે સ્થાનિકોની અરજી આવી હતી. જેના પર આગળ પસ્તાવ મૂક્યો છે ટૂંક સમયમાં આ સ્થળે બસ સ્ટોપ બનાવી દેવામાં આવશે. -હિતેશ કોન્ટ્રાક્ટર, એડિ.સિટી ઇજનેર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો