તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારી અંદરના બાળકને મરવા ન દો, એ જિનિયસ છે, તમે નહીં: પીયૂષ પાંડે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ‘જોર લગા કે હસ્યા’ તેમનો મુદ્રાલેખ છે. બાળકનું નિર્દોષપણુ એમની યુએસપી છે. એ દરેકને સાંભળતા રહે છે ને અદ્દભૂત સર્જન કરતા રહે છે. ઓગ્લિવી એન્ડ મેથર ઈન્ડિયાના કો-એક્ઝિક્યુટિવ ચેરમેન અને નેશનલ ક્રિએટિવ ડિરેક્ટર પીયૂષ પાંડેની એડ્ઝ લાગણીથી લથબથ હોય છે. ગુજરાતમાં દિવ્યભાસ્કરની સફળતાના 13 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી ‘ભાસ્કર ઉત્સવ’અંતગર્ત યોજાયેલા ટોક શોમાં ગુરુપૂર્ણીમાની પૂર્વસંધ્યાએ એડગુરુ પીયૂષ પાંડેએ પોતાની સફળતાનું રહસ્ય શેર કર્યુ.

એડગુરુના લાઈફ લર્નિંગ્સ

- મારા જીવનમાં મેં ક્યારેય નિયમો નથી પાળ્યાં.
- તમારી અંદરના બાળકને મરવા ન દો. એ જિનિયસ છે, તમે નહીં.
- હું કોઈ વાત માટે કમિટી બનાવવાના બદલે મારા ડ્રાઈવર, બાર્બર, લિફ્ટમેન્સ સાથે વાત કરવાનુ પસંદ કરુ છું.
- કમિટીઓ ઘોડાનો ગધેડો બનાવવાનું કામ કરે છે.
- તમારી પાસે જ્યારે આઈડિયાની કમી હોય ત્યારે કોઈ બાળક અથવા વૃદ્ધને મળો. તેમને ‘લોકો શું કહેશે’ની ચિંતા હોતી નથી.
- મારી જાતને સતત પ્રૂવ કરવા હું આજે પણ દરમહિને છથી સાત એડ્ઝ જાતે લખું છું.
- ચેલેન્જ, આઈડિયાઝ અને યુવાનો મને સતત દોડતો રાખે છે.
- એડ વન મેન શૉ નથી. એડ વન મેન શૉ હોઈ ન શકે.
- ભારત ખરેખર સંસ્કૃતિનો ખૂબ સમૃદ્ધ વારસો ધરાવે છે. એને અનુભવતા-માણતા રહો.
- મારી સફળતાનો કોઈ મંત્ર નથી. હું પણ ક્યારેક નિષ્ફળ થાઉં જ છું. હા, કેટલુક લર્નિંગ છે જે રોજબરોજ મળતુ રહે છે.
આગળ વાંચો એડજર્નીના રસપ્રદ કિસ્સાઓ અને લર્નિંગ્સ એમના જ શબ્દોમાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો