તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાનાં ગળામાંથી દોરો તોડતા જ બાઈક સ્લિપ, સ્નેચર પકડાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ :  ઘાટલોડિયા ઉમિયા હોલ પાસેથી એક્ટિવા ઉપર પસાર થઇ રહેલી મહિલાનાં ગળામાંથી બે સ્નેચરોએ દોરો તોડ્યો હતો. જો કે મહિલાએ સમય સૂચકતા વાપરીને સ્નેચરનો હાથ પકડી લેતા બંને બાઈક સાથે નીચે પડ્યા હતા અને એક સ્નેચર ઝડપાયો હતો.
 
ચાણક્યપુરી રહેતાં નિર્મલાબહેન શર્મા) રવિવારે સાંજે દીકરા નરેશ સાથે મોલમાં ખરીદી કરવા ગયા હતા. રાતે 9 વાગ્યે એક્ટિવા ઉપર ઘરે આવી રહ્યા હતા ત્યારે ઉમિયા હોલ 3 રસ્તા પાસે પાછળથી બાઈક ઉપર આવેલા બે સ્નેચર પૈકી પાછળ બેઠેલાએ નિર્મલાબહેનનાં ગળામાં હાથ નાખી દોરો તોડી લીધો હતો. નિર્મલાબહેને સ્નેચરનો હાથ પકડતા બંને બાઈક સાથે રોડ પર પટકાયા હતા. નરેશે એક્ટિવા ઊભું રાખીને બે પૈકી પાછળ બેઠેલા નવાજખાન પઠાણને ઝડપી લીધો હતો. લોકો ભેગા થઇ જતા બાઈક ચાલક શાહીદ કુરેશી ભાગી ગયો હતો.  આ અંગે પોલીસને જાણ કરાતા ઘાટલોડિયા પોલીસ આવી પહોંચી હતી. નિર્મલાબહેનની ફરિયાદના આધારે પોલીસે નવાજખાનની ધરપકડ કરી બાઈક તેમજ નિર્મલાબહેનનો સોનોનો દોરો કબજે કર્યો હતો.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો