તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકના કેશિયરના લમણે રમકડાની ગન તાકીને બોલ્યો,‘કેશ દે દો, કેશ દે દો’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ નિકોલના શુકન ચાર રસ્તા પાસે આવેલા એસબીઆઈ બેંકમાં 20 માર્ચના રોજ બપોરે ઘુસેલા બુકાનીધારી યુવકે કેશિયરના માથે કાળા કલરની પિસ્તોલ મૂકી ‘કેશ દે દો કેશ દે દો’ ધમકી આપ્યા બાદ બંડલ બનાવી રહેલા પટાવાળાને પણ રૂપિયા થેલામાં મુકી દેવાની ધમકીઓ આપતા માહોલ તંગ બની ગયો હતો. જોકે બેંકના કર્મચારીઓએ બુકાનીધારી યુવકને ઝડપી તેના હાથમાંથી હથિયાર લઈ લેતા સિગારેટ સળગાવવાની પિસ્તોલ નીકળી હતી. ઘટના અંગે કંટ્રોલ મેસેજ કરતા નિકોલ પોલીસે યુવકની ધરપકડ કરી હતી.

એસબીઆઈ બેંકના કેશિયર નટવર પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, સોમવારે બપોરે સવા ચાર વાગે જીન્સનું પેન્ટ તેમજ ટીશર્ટ પહેરેલો યુવક મોઢા પર માસ્ક અને હાથમાં કાળા કલરનો થેલો લઈ કેશ કાઉન્ટરના પાછળના ભાગે આવી પહોચ્યો હતો. આ યુવકે કાળા કલરની પિસ્તોલ જેવું હથિયાર મારા લમણા પર મૂકી દીધું હતું. યુવકે પોતાના પાસે રહેલો થેલો બતાવી હિન્દીમાં ‘કેશ દે દો કેશ દે દો’ જણાવી મારા ટેબલ પાસે નીચે બેસી ગયો હતો.
 
આગળ વાંચો...પટાવાળાએ બુમાબુમ કરતાં લોકોએ યુવકને ઝડપી પાડ્યો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો