તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ'વાદની સોલામાં શ્રમિકનો પગ લપસતા હોજમાં પડ્યો, ડૂબી જવાથી મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલ સંકુલમાં ગેરકાયદે રીતે બનાવેલા પાણીના 15 થી 20 ફૂટ ઊંડા વિશાળ હોજમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નિપજ્યું છે. સંકુલમાં નવી બિલ્ડિંગ તૈયાર થઇ રહી છે. જેના કન્સ્ટ્રક્શનમાં વાપરવા માટે તેમજ મજૂરોને નાહવા - ધોવા માટે એક વર્ષ પહેલા આ હોજ બનાવાયો હતો. બિલ્ડિંગની બાજુમાં જ કેન્ટીન બનાવાઈ છે. કેન્ટીનમાં મૂળ મધ્યપ્રદેશના બે યુવક અનિલ તોમર અને તેનો ભાઇ રાહુલ નોકરી કરતા હતા. શનિવારે કામ પૂરું થતા અનિલ હોજની પાળી પર બેસીને નાહી રહ્યો હતો ત્યારે પગ લપસતા તે અંદર પડી ગયો અને બૂમાબૂમ કરતાં તેનો નાનો ભાઈ રાહુલ દોડી આવ્યો હતો અને તેને સારવાર માટે લઈ જવાતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
કોન્ટ્રાક્ટરની પણ પૂછપરછ કરવામાં આવશે

રાજકોટના માલાણી ગ્રૂપને સિવિલ હોસ્પિટલ સંકુલમાં નવી બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. તો અનિલના મૃત્યુ અંગે અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બિલ્ડરો-કોન્ટ્રાક્ટર તેમજ એન્જિનિયર સહિતના સ્ટાફની પૂછપરછ કરાશે. - ડી.વી.રાણા,પીઆઈ સોલા
મોતનું કારણ બીજું હોઈ શકે છે

હોસ્પિટલનાં ડોક્ટર સાથે વાત કરતાં જાણવા મળ્યું છે કે, એનઆઇસીયુમાં 2 વેન્ટિલેટર બંધ હતા અને 16 વેન્ટિલેટર કાર્યરત છે તેમજ 10 વેન્ટિલેટર પર દર્દી હતા, જેથી વેન્ટિલેટરને લીધે નવજાતનાં મોત થયા નથી પણ મોતનું કારણ બીજું હોઇ શકે છે. - શંકર ચૌધરી, આરોગ્ય મંત્રી

સિવિલમાં દાખલ કરી તેનું જ મૃત્યુ

ત્રણમાંથી બે બાળકી પ્રાઇવેટ હોસ્પિટલમાં સ્વસ્થ છે અને જે બાળકીને સિવિલના એનઆઇસીયુમાં દાખલ કરી હતી તેનું મૃત્યુ થયું છે જે માટે સિવિલના બગડેલા વેન્ટિલેટર અને સ્ટાફની બેદરકારી જવાબદાર છે. - હાર્દિક નાયક, મૃતક બાળકીનાં મામા

વેન્ટિલેટર બદલવા તાકીદ કરી છે

એનઆઇસીયુમાં જે જૂના અને ખોટકાયેલાં વેન્ટિલેટર છે તેને તાત્કાલિક બદલવા તેમજ રિપેર કરાવવાની તાકીદ કરાઇ છે. તેમજ નવાં 3થી 4 વેન્ટિલેટર મંગાવ્યાં છે જે ટૂંકમાં ઉપલબ્ધ થઇ જશે. નવજાત બાળકોનાં મૃત્યુ પાછળ ઓછું વજન, એકને હૃદયરોગ તેમજ સેપ્ટીસેમિયા જેવા કારણો જવાબદાર છે. - ડો. એમ.એ. પ્રભાકર, સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો