તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર જૂથના સ્વ.રમેશજીને યાદ કરીને એક વિનમ્ર પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ભાસ્કર જૂથના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલનો આજે જન્મદિન છે. તેઓ આજે આપણી વચ્ચે નથી. રમેશજી હંમેશા કહેતા હતા કે ભાસ્કરના અસલી માલિક તેના વાચકો જ છે અને હંમેશા રહેશે. તેમના તે વિચારને આગળ વધારતાં ભાસ્કર જૂથ મીડિયા જગતમાં એક નવી શરૂઆત કરી રહ્યું છે. આજે તેમના જન્મદિન પર અમે ‘ભાસ્કર રીડર કનેક્ટ સેલ’ની સ્થાપના કરી રહ્યા છીએ. તે અંતર્ગત ભાસ્કરનો દરેક વાચક-પરિવાર હવે પોતાની અપેક્ષાઓ અને સૂચનો સીધા મારા સુધી પહોંચાડી શકશે. તમારા દ્વારા મળનારાં દરેક સૂચન અને અપેક્ષાને અમે પૂરી જવાબદારીથી જોઇશું અને ‘વાચકો જ ભાસ્કરના અસલી માલિક છે’ તેવા રમેશજીના સંકલ્પને આગળ વધારતાં યથાસંભવ નિર્ણય કરીશું.


તમે અમને મોબાઇલ નંબર 9292929291 પર SMS કે વૉટ્સઍપ મોકલી શકો છો કે mdconnect@dbcorp.in પર ઇમેલ કરી શકો છો અથવા આ સરનામે પત્ર મોકલી શકો છો-


ભાસ્કર રીડર કનેક્ટ સેલ
દૈનિક ભાસ્કર કાર્યાલય
6, પ્રેસ કોમ્પ્લેક્સ, એમપી નગર, ઝોન-1,
ભોપાલ - 462011 (મ.પ્ર.)
સુધીર અગ્રવાલ
મેનેજિંગ ડાયરેક્ટર
વિનંતી : કૃપા કરીને પ્રેસ રિલીઝ, આર્ટિકલ, સમાચારો કે તમારી વ્યક્તિગત સમસ્યાઓ અહીં મોકલશો નહીં.

અન્ય સમાચારો પણ છે...