દાદાગીરી/ ફૂલબજારમાં ખુલ્લી તલવાર બતાવી વેપારી પાસેથી હપ્તા વસૂલતા બે લુખ્ખાની ધરપકડ

DivyaBhaskar.com

Dec 09, 2018, 12:42 AM IST
Two Lakhakhya arrests from the businessman showing an open sword in Dadaji / Flower Market

*એક પાથરણાવાળાએ ફરિયાદ કરતાં પોલીસ સક્રિય બની

અમદાવાદઃ જમાલપુર ફૂલબજાર બહાર વર્ષોથી પાથરણા પાથરીને ફૂલનો ધંધો કરતા વેપારીઓ પાસેથી રોજનો રૂ.500નો હપ્તો ઉઘરાવતા કમલેશ વાઘેલા ઉર્ફે ભુરીયાનો ત્રાસ વધી ગયો છે. દરમિયાન એક વેપારીએ હપ્તો આપવાની ના પાડતા કમલેશ અને તેનો સાગરિત પ્રદીપ હાથમાં ખુલ્લી તલવાર લઇને આવ્યા હતા અને વેપારી સાથે ઝઘડો કર્યો હતો અને વેપારીના ખિસ્સામાંથી પૈસા લૂંટી લીધા હતા. આ અંગે વેપારીની ફરિયાદના આધારે ગાયકવાડ હવેલી પોલીસે બંને હપ્તાખોરની ધરપકડ કરી બે તલવાર કબજે કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, શુક્રવારે સવારે અમરતભાઇ તેમની જગ્યાએ પાથરણું પાથરીને બેઠા હતા ત્યારે ફૂલ બજાર પાછળ રહેતો કમલેશ વાઘેલા અને પ્રદીપ ભદોરિયા હાથમાં ખુલ્લી તલવાર લઇને આવ્યા હતા અને તેમની પાસે હપ્તો માંગ્યો હતો. અમરતભાઇએ પૈસા આપવાની ના પાડતા તે બંનેએ તેમને ફુલ બજાર બહાર નહીં બેસવા દેવાની ધમકી આપીને તેમની સાથે ઝપાઝપી કરી ખિસ્સામાંથી રૂ.450 લૂંટી લીધા હતા.
આ અંગે અમરતભાઇએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કમલેશ અને પ્રદીપની ધરપકડ કરી હતી.

જો કોઈ વેપારી હપ્તો આપવાની ના પાડે તો હથિયારથી હુમલો કરતો

કમલેશ છેલ્લાં 5 વર્ષથી મારા જેવા 200 વેપારી પાસેથી રોજનો રૂ.500 નો હપ્તો ઉઘરાવે છે. જો કોઇ ઈનકાર કરે તો હથિયારોથી હુમલો કરે છે. પોલીસ પણ આ બંને સાથે મળેલી હોવાથી અમે રજૂઆતો કરીએ છીએ છતાં પોલીસ કોઇ પગલાં લેતી નથી. અમરત દેવીપૂજક, ફરિયાદી

ફૂલબજારથી સરઘસ કાઢીને બંનેને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા

કમલેશ અને પ્રદીપની શનિવારે સવારે જ ધરપકડ કરીને બંનેની તલવારો કબજે કરવામાં આવી છે. જો કે વેપારીઓમાં આ બંને હપ્તાખોરોનો ડર ન રહે તે માટે ફુલ બજારથી બંનેનું સરઘસ કાઢીને પોલીસ સ્ટેશન સુધી લાવવામાં આવ્યા હતા. વી.જી.રાઠોડ, પીઆઈ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન

કમલેશ સામે પાસાના 4 કેસ

કમલેશ ઉર્ફે ભૂરોયા વિરુદ્ધ ધાક ધમકી આપીને હપ્તા ઉઘરાવવા, લૂંટ, મારા મારી, ખંડણી સહિતના સંખ્યાબંધ ગુના નોંધાયા છે. અગાઉ કમલેશની 4 વખત પાસા હેઠળ પણ ધરપકડ કરવામાં આવી હતી.

X
Two Lakhakhya arrests from the businessman showing an open sword in Dadaji / Flower Market
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી