પોન્ઝી સ્કીમ/ શરણાગતિના બે દિવસ બાદ પણ ભાર્ગવી પાસેથી માહિતી કઢાવવામાં પોલીસ નિષ્ફળ

DivyaBhaskar.com

Dec 09, 2018, 12:14 AM IST
Two days after Ponzi scheme / surrender, police failed to report information from Bhargava

અમદાવાદ: 260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહે સીઆઈડી ક્રાઈમ સમક્ષ શરણાગતિ સ્વીકાર્યા બાદ શનિવારે રિમાન્ડની કાર્યવાહી દરમિયાન તેને સાથે રાખીને પોલીસની એક ટીમે પાલડીમાં આવેલા તેના ઘરની મુલાકાત લીધી હતી. પોલીસ ટીમે વિનય શાહના ઘરે સર્ચ પણ કરી હતી જેમાં અમુક વાંધાજનક દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હોવાનું મનાય છે.

ભાર્ગવી શાહે તેના પતિની ધરપકડ બાદ હવે કોઈ રસ્તો ન બચતા નાટકીય ઢબે ગુરુવારે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની કચેરીએ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. દરમિયાન શનિવારે સીઆઈડી ક્રાઈમની ટીમે ભાર્ગવી શાહને લઈને તેના પાલડી સ્થિત ઘરે ગઈ હતી જયાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉપરાંત પોલીસે આસપાસના લોકોના નિવેદનો પણ નોંધ્યા હતા. વિનય તેની પત્ની અને અન્ય આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ થયા બાદ સીઆઈડી ક્રાઈમે આરોપીઓના ઘર તેમજ ઓફિસોમાં કરેલા સર્ચ ઓપરેશનમાં કબજે લેવાયેલા દસ્તાવેજોની ખરાઈ કરવા ભાર્ગવીને ફરી તેના ઘરે લઈ જવામાં આવી હોવાનું મનાય છે.


નેપાળમાં પકડાયેલા વિનય શાહને પાછો લાવવાની પ્રક્રિયા જટીલ હોવાનું જાણતા પોલીસે ભાર્ગવીની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તેની શરણાગતિના બે દિવસ બાદ પણ પોલીસ ભાર્ગવી પાસેથી કોઈ નક્કર માહિતી મેળવવામાં નિષ્ફળ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ભાર્ગવીનું રટણ ‘મને કશી ખબર નથી’


ભાર્ગવીની શરણાગતિ પહેલા તેણે વકીલોની સલાહ લીધી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સીઆઈડીની પૂછપરછમાં તે કોઈ સહકાર આપતી નથી. દરેક પ્રશ્નના જવાબમાં ભાર્ગવી શાહ ‘મને કંઈ ખબર નથી’ તેવા જવાબનું રટણ કરી રહી છે. મારા પતિ મને સહી કરવાનું કહે ત્યાં હું સહી કરી દેતી હતી ત્યારબાદ કઈ રીતે આ સમગ્ર કૌભાંડ થયું તેની મને ખબર જ નથી.

X
Two days after Ponzi scheme / surrender, police failed to report information from Bhargava
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી