ટ્રાફિક નિયમ/ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સાથે રકઝક કરતાં લોકોનું રેકોર્ડિંગ થશે

DivyaBhaskar.com

Dec 09, 2018, 01:56 AM IST
Traffic Rule / A traffic recording of traffic police in Ahmedabad will be done by people

ઉન્નતિ રાઠોડ, અમદાવાદઃ શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક પોલીસ પર છાશવારે થતા હુમલા અને ટ્રાફિક નિયમોનો ભંગ કર્યા પછી પણ પોલીસકર્મી સાથે રકઝક કરતા લોકોની સામે પોલીસની સત્યતા પુરવાર કરવા પોલીસ કમિશનરે ટ્રાફિક પોલીસ કર્મચારીને કેમેરા સાથેની હેલમેટ આપવાનું નક્કી કર્યું છે. હાલમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેકટ રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદમાં શરૂ થયો છે.


ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ, રોંગ સાઇડમાં આ‌વતા વાહનો, હેલમેટ ના પહેરનારા લોકો સામે કડક ડ્રાઇવ ચાલી રહી છે. પોલીસ હેલમેટ નહીં પહેરનારા લોકોને પકડે છે ત્યારે લોકો ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કે ઝપાઝપી કરે છે. કેટલાક કિસ્સામાં તો વાહનચાલકો પોતાના હોદ્દાનો કે પરિવારના મોભીના હોદ્દાનો પાવર બતાવી દંડ ભરવાનો ઇનકાર કરી પોલીસ કર્મચારીને બદલી તેમજ સસ્પેન્ડ કરાવાની ધમકી આપે છે.
પોલીસ કમિશનર એ.કે. સિંઘે ટ્રાફિક કર્મચારીને કેમેરા સાથેના હેલમેટ આપવાની શરૂઆતના ભાગરૂપે પ્રાયોિગક ધોરણે એક હેલમેટ એક ટ્રાફિકકર્મીને આપ્યું છે.

કેમેરાનું રેકોર્ડિંગ પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જોઈ શકાશે

* હેલમેટ કેમેરો વાઇફથી સજજ છે. કેમેરોને મોબાઇલ વડે વાઇફાઇથી કનેક્ટ કરી વિઝ્યુઅલ ડાયરેકટ મોબાઇલમાં રેકોર્ડ થશે
* સોફટવેરથી કંટ્રોલરૂમમાં બેઠા બેઠા પોલીસ આ રકઝક લાઇવ જોઇ શકશે . ટ્રાફિક પોલીસ સાથે મારઝુડ કે બોલાચાલી થશે તો પોલીસ સ્થળ પર પહોંચશે.
* હેલમેટ કેમેરા એચડી હોવાથી તેમા થતા તમામ વિઝયુલ ક્લિયર રેકોર્ડ થશે. આ કેમેરા 185 ડોલરનો છે.
ખોટા આક્ષેપ કરનારા સામે ગુનો નોંધાશે

લોકો આમારી સાથે દલીલ કરશે કે ગેરવર્તણૂક કરશે તે તમામ કેમેરામાં રેકોર્ડ થશે. અમે કોઇની સામે ફરિયાદ કરીશું નહીં. પણ જો કોઇએ અમારી સામે ખોટી ફરિયાદ કે આક્ષેપો કર્યા તો આ રેકોર્ડીગ પુરાવ રીતે બતાવામાં આવશે અને ફરિયાદ ખોટી પુરવાર થાય તો તેની સામે ગુનો પણ દાખલ કરવામાં આવશે.

X
Traffic Rule / A traffic recording of traffic police in Ahmedabad will be done by people
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી