ટ્રાફિક ડ્રાઈવ/ અમદાવાદમાં નો-પાર્કિંગમાં ઉભેલી 10 BRTS બસ ડિટેઈન કરાઈ, 5 ડ્રાઈવરની ધરપકડ

યુનિવર્સિટી પાસે ડિટેઈન કરાયેલી બીઆરટીએસ બસો
યુનિવર્સિટી પાસે ડિટેઈન કરાયેલી બીઆરટીએસ બસો

DivyaBhaskar.com

Dec 07, 2018, 12:13 AM IST

અમદાવાદ: ટ્રાફિક પોલીસે કોમર્સ છ રસ્તા પર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલી 10 બીઆરટીએસ બસ ડિટેઇન કરી 5 ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જ્યારે અન્ય 5 ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે 5 બસ અને ગુરુવારે 5 બસને ડિટેઇન કરવામાં આવી હતી.


ટ્રાફિક પોલીસે હેલમેટ નહીં પહેરતા, નો-પાર્કિંગમાં વાહનો મૂકતા કે રોડ પર ટ્રાફિકને અવરોધ ઊભો થાય તે રીતે પાર્કિંગ કરતાં લોકો સામે છેલ્લા કેટલાક સમયથી ઝુંબેશ ચાલુ કરી છે. પોલીસ હેલમેટ વગરનાને દંડ કરવા ઉપરાંત આડેધડ પાર્ક કરાયેલા વાહનો જપ્ત કરી રહી છે.


નો-પાર્કિંગમાં પાર્ક થયેલી બીઆરટીએસ બસ સામે કાર્યવાહી કરાયાનો આ પ્રથમ કિસ્સો છે. બસના ડ્રાઈવરો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.


બી ડિવિઝનના ટ્રાફિક પી.આઇ. કે.ડી.નકુમે જણાવ્યું હતું કે રોડ પર નો-પાર્કિંગનું બોર્ડ લાગાવ્યું હોવા છતાં પણ બીઆરટીએસ બસના ડ્રાઇવરો તેમનો ફેરો પૂરો કરી જમવા જાય ત્યારે બસ નો-પાર્કિંગમાં પાર્ક કરી જાય છે. બસ રોડ પર 4 થી 5 કલાક સુધી પડી રહે છે. નો-પાર્કિંગ ઝોનમાં બસ ન મૂકવા આવે તે માટે અગાઉ બીઆરટીએસના ડ્રાઈવરો અને અધિકારીઓને ચેતવણી અપાઈ હતી. છતાં પણ નિયમનો ભંગ કરતા છેવટે અમે ગત સોમવારે કોમર્સ ચાર રસ્તા પર પાર્ક કરેલી 5 બસના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી બસ ડિટેઇન કરી હતી. ત્યાર બાદ પણ નો પાર્કિંગમાં કરતા બુધવારે અમે ફરીવાર 5 ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી બસ ડિટેઇન કરી હતી. અમે કુલ 10 બસ ડિટેઇન કરી હતી.

ચાર દિવસમાં રૂ.16 લાખથી વધુ દંડ વસૂલ

તારીખ કેસ દંડની રકમ (રૂપિયા)
1-12-2018 4203 420300
2-12-2018 3457 345700
3-12-2018 5020 502000
4-12-2018 4085 408500
X
યુનિવર્સિટી પાસે ડિટેઈન કરાયેલી બીઆરટીએસ બસોયુનિવર્સિટી પાસે ડિટેઈન કરાયેલી બીઆરટીએસ બસો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી