અવળી ગંગા/ અમદવાદમાં અસલી પોલીસે નકલી પોલીસ બની લૂંટ કરી, આરોપીઓની ધરપકડ

ગોમતીપુરમાં ચાંદીના વેપારીને એક્ટિવાની પાછળ બેસાડી લૂંટનાર કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા
ગોમતીપુરમાં ચાંદીના વેપારીને એક્ટિવાની પાછળ બેસાડી લૂંટનાર કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા
એસઆરપીનો પીએસઆઈ પી.બી. રાણા ચાંદીના વેપારીને લૂંટી લેનાર
એસઆરપીનો પીએસઆઈ પી.બી. રાણા ચાંદીના વેપારીને લૂંટી લેનાર
Three policemen arrested in a robbery of 15 lakh silver

Divyabhaskar.com

Dec 07, 2018, 01:29 AM IST

*ક્રાઈમ બ્રાન્ચમાં હોવાનું કહી બંદૂક બતાવી હતી

*રામોલ પોલીસ સ્ટેશનના SRP બેરેકમાંથી 40 કિલો ચાંદી કબજે

અમદાવાદ: સરસપુરથી 40 કિલો ચાંદીના ચોસલાં લઇને જનારા વેપારીને એસઆરપીના પી.એસ.આઇ તેમજ બે કોન્સ્ટેબલે ક્રાઇમ બ્રાંચના અધિકારીની ખોટી ઓળખ આપી ગોમતીપુર ઊભા રાખ્યો હતો. વેપારીને મોટા અધિકારી મળવા બોલાવે છે તેમ કહી તેનું અપહરણ કરી શહેરમાં અલગ અલગ જગ્યાએ ફેરવી સરખેજ લઇ જઇને વેપારીને બંદૂક બતાવી 40 કિલો ચાંદીની લૂંટ કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણે આરોપીની ધરપકડ કરી હતી.


સરસપુરમાં સંતોષ કુલાલે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ કરી હતી કે, તેઓ 40 કિલો ચાંદીના ચોસલાં એક્ટિવા પર માણેકચોકના વેપારીને આપવા જતા હતા ત્યારે હરિભાઇ ગોદાણી સર્કલ પાસે 3 લોકોએ તેને ક્રાઈમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપી અપહરણ કરી સરખેજ પાસે લઈ જઈ લૂંટી લીધો હતો.


જેમાં પોલીસે અલગ અલગ જગ્યાના સીસીટીવી તપાસી બુધવારે મોડી રાત્રે પીએસઆઇ પી.બી.રાણા, કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા તેમજ અમિત રાણાની ધરપકડ કરી રામોલ પોલીસ સ્ટેશનના એસઆરપીના બેરેકમાંથી 40 કિલો ચાંદી કબજે કરી હતી.

આ રીતે કોન્સ્ટેબલ અમિત રાણાએ લૂંટનો પ્લાન કર્યો હતો


આરોપી અમિત હિમાચલ પ્રદેશથી 15 દિવસ પહેલા આવ્યો હતો. સંતોષભાઇના કારખાનામાં કામ કરતો કારીગર સંજયનો મિત્ર હતો. અમિત બે દિવસ માટે કારખાનામાં રોકાયો હતો. અને તેને આ લૂંટનો પ્લાન કર્યો હતો. બુધવારે સંતોષભાઇ ચાંદી લઇને કારખાનાથી નીકળ્યા ત્યારે અમિતે પી.એસ.આઇ રાણાને ફોન કરીને જણાવ્યું હતું કે સંતોષભાઇ ચાંદી લઇને નીકળ્યા છે.

મહિનાથી રામોલમાં ફરજ પર


એસ.આર.પી રાજકોટ ગ્રૂપ 13 ના પી.એસ.આઇ. અને બન્ને કોન્સ્ટેબલ છેલ્લા મહિનાથી રામોલ પોલીસ સ્ટેશનની એસ.આર.પીમાં ફરજ બજાવતા હતા.

X
ગોમતીપુરમાં ચાંદીના વેપારીને એક્ટિવાની પાછળ બેસાડી લૂંટનાર કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલાગોમતીપુરમાં ચાંદીના વેપારીને એક્ટિવાની પાછળ બેસાડી લૂંટનાર કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા
એસઆરપીનો પીએસઆઈ પી.બી. રાણા ચાંદીના વેપારીને લૂંટી લેનારએસઆરપીનો પીએસઆઈ પી.બી. રાણા ચાંદીના વેપારીને લૂંટી લેનાર
Three policemen arrested in a robbery of 15 lakh silver

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી