મદદ / અમદાવાદી વિદ્યાર્થિની રશિયામાં બીમાર પડતાં પિતાએ સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગતા તત્કાળ વિઝા મળ્યા

Sushma Swaraj gets instant visa seeking help from parents of Ahmedabad girl in Russia
X
Sushma Swaraj gets instant visa seeking help from parents of Ahmedabad girl in Russia

  • વિદ્યાર્થિની 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ
  • ડોક્ટર યોગ્ય માહિતી ન આપતાં તેના પિતાએ વિદેશ મંત્રીને વાકેફ કર્યા હતા

divyabhaskar.com

Feb 14, 2019, 10:00 AM IST
અમદાવાદ: શહેરની વિજ્ઞાંશી ત્રિપાઠી રશિયામાં મોસ્કોની મેડિકલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી દાખલ છે. પરંતુ નોર્ધર્ન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરાયેલ વિજ્ઞાંશીને હોસ્પિટલ દ્વારા શું સારવાર આપવામાં આવી રહી છે? તેને શું સમસ્યા છે? હોસ્પિટલ દ્વારા કરાયેલા રિપોર્ટમાં શું આવ્યું? વગેરે બાબતો વિશે યોગ્ય માહિતી ન અપાતા તેના પિતાએ મોસ્કો જવા વિઝાની અરજી કરી હતી. પરંતુ તત્કાળ વિઝા ન મળતા પિતાએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટ્વિટર પર અને ઇ-મેલથી તમામ માહિતીથી વાકેફ કર્યા. જેથી એમ્બેસીએ તેમને તત્કાળ વિઝા અપાવ્યા હતા. 
1. તબિયત વધારે ખરાબ થતા 11 ફેબ્રુઆરીથી આઇસીયુમાં દાખલ કરાઈ
મેડિકલના અભ્યાસ માટે વિજ્ઞાંશી ચાર મહિના પહેલા જ મોસ્કોમાં નોર્ધર્ન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગઇ છે. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેની તબિયત બગડતા યુનિવર્સિટીની હોસ્પિટલમાં જ 2 ફેબ્રુઆરીએ દાખલ કરાઈ હતી. પરંતુ તબિયત વધારે ખરાબ થતા 11 ફેબ્રુઆરીથી આઇસીયુમાં દાખલ કરાઈ હતી.
2. બીજા કોઇ લોકો ત્યાં મદદ માટે નથી
છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ વિજ્ઞાંશીની મદદ તેની જ સિનિયર ભારતીય નિકીતા મેનન કરી રહી છે. નિકીતાના પિતા સાથે વાત કરતાં તેમણે જ‌ણાવ્યું કે, ડોક્ટરો દ્વારા ખરેખર વિજ્ઞાંશીને ક્યા પ્રકારની બિમારી છે તેના વિશેની માહિતી ડોક્ટરો દ્વારા અપાતી. મારી દીકરી તેની સાથે છે, પરંતુ બીજા કોઇ લોકો ત્યાં મદદ માટે નથી. 
3. ડોક્ટરો રિપોર્ટ અંગે કંઈ કહેતા ન હતા
મારી પુત્રીને થોડા સમય પહેલા શરદી થઇ ગઇ હતી અને તેના કારણે તેના લંગ્સમાં પાણી ભરાઇ ગયું હતું. જેના કારણે તે ખાવાનું સારી રીતે લઇ શકતી નહોતી. પરિણામે તેના શરીરમાં નબળાઇ આવી ગઇ હતી. બે દિવસ પહેલા તેનું લેપ્રોસ્કોપી પણ કરાવ્યું છે. પરંતુ ડોક્ટરો રિપોર્ટ અંગે કંઈ કહેતા ન હતા. તેથી અમે સુષ્મા સ્વરાજને જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં જલ્દી વિઝા મળે અને સાથે જ મોસ્કોની હોસ્પિટલમાં ચાલતી ટ્રીટમેન્ટ વિશે પણ દખલગીરી કરે, ત્યારબાદ વીઝા થઇ ગયા છે. - જી.પી. ત્રિપાઠી, વિજ્ઞાંશીના પિતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી