ભાસ્કર વિશેષ / સેપ્ટ યુનિ. બાંગ્લાદેશમાં અમદાવાદ જેવી BRTS સેવાની ડિઝાઈન તૈયાર કરશે, માર્ચથી પ્રોજેક્ટનો અમલ

Divyabhaskar.com | Updated - Feb 11, 2019, 08:21 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • 25 દેશોના પ્રતિનિધિ અને ભારતના 50 શહેરોના અધિકારી BRTS પ્રોજેક્ટ જોવા અમદાવાદ આવી ચૂક્યા છે 

અનિરુદ્ધસિંહ પરમાર, અમદાવાદ: અમદાવાદ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS)થી પ્રેરિત થઇને માર્ચથી બાંગ્લાદેશમાં પણ બીઆરટીએસ પ્રોજેક્ટ શરૂ થશે. સેપ્ટ યુનિવર્સિટી બાંગ્લાદેશ સરકાર સાથે  ચર્ચા વિચારણ કરીને બસ સેવા પર માર્ગદર્શન આપી રહી છે. બીઆરટીએસ પ્રોજેક્ટ મુદ્દે બાંગ્લાદેશના અધિકારીઓએ અમદાવાદમાં સેપ્ટના ફેકલ્ટી સાથે મિટિંગ પણ યોજી હતી.

અમદાવાદમાં BRTSના રૂટ લગભગ 90 કિલોમીટર ફેલાયેલા છે
1.

અમદાવાદના બીઆરટીએસ પ્રોજેક્ટની ડિઝાઈન પણ સેપ્ટ યુનિવર્સિટીએ તૈયાર કરી છે.  અમદાવાદમાં બીઆરટીએસના રૂટ લગભગ 90 કિલોમીટર ફેલાયેલા છે. જેમાં દરરોજ 1.60 લાખો લોકો મુસાફરી કરે છે. આ પ્રોજેક્ટ તેમજ વિવિધ કાર્યવાહી અને સુવિધા જોવા માટે સમયાંતરે વિવિધ દેશોના અધિકારીઓ અમદાવાદ આવે છે. 

અત્યાર સુધી ભારતના 50 જેટલા શહેરોના અધિકારીઓ અને દુનિયાના 25 જેટલા દેશોના પ્રતિનિધિઓ બીઆરટીએસ પ્રોજેક્ટ જોવા માટે અમદાવાદના મહેમાન બની ચૂક્યા છે. દરેક દેશોના પ્રતિનિધિઓને બીઆરટીએસની શરૂઆતને લઇને તમામ ઓપરેશન વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવે છે. સેપ્ટ યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં બાંગ્લાદેશ ઉપરાંત બીજા દેશો સાથે પણ બીઆરટીએસ મુદ્દે કામ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

પાકિસ્તાને માર્ગદર્શન માગ્યું પણ મદદ ન મળી
2.પાકિસ્તાનના અધિકારીઓએ 2012માં અમદાવાદના બીઆરટીએસ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ લાહોરમાં બીઆરટીએસના પ્રોજેક્ટની શરૂઆત કરતા પહેલા અમદાવાદની ડિઝાઇન સાથે જોડાયેલા અધિકારીઓને પાકિસ્તાન સરકારે ત્રણ વાર પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ અમદાવાદથી કોઇ અધિકારી પાકિસ્તાન ગયા ન હતા. ત્યારબાદ પાકિસ્તાને પ્રોજેક્ટ ઈસ્તમ્બુલ સાથે પૂર્ણ કર્યો હતો.
શ્રીલંકામાં BRTS માટે વાટાઘાટો ચાલે છે
3.બાંગ્લાદેશમાં આવતા મહિનાથી બીઆરટીએસ પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે. જેના દરેક ઓપરેશનમાં અમે માર્ગદર્શન આપી રહ્યાં છીએ. બાંગ્લાદેશના અધિકારીઓ પણ સેપ્ટમાં આવીને ટ્રેનિંગ લે છે, તેમની સમસ્યાઓને લઇને ચર્ચા થાય છે. ત્યારબાદ તેનું નિરાકરણ પણ લાવવામાં આવે છે. અત્યારે શ્રીલંકા સાથે પણ પ્રોજેક્ટને લઇને વાત ચાલી રહી છે.  પ્રો.શિવાનંદ સ્વામી, સેપ્ટ યુનિવર્સિટી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App