દોસ્ત બન્યા દુશ્મન / પાસમાં મહાભારત: અમદાવાદમાં હાર્દિક અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

Divyabhaskar.com | Updated - Mar 18, 2019, 01:03 AM

  • અલ્પેશના સમર્થકોને પોલીસની મદદથી બહાર કાઢી મુકવામાં આવ્યા. ગેટ પર પોલીસ ખડકી દેવાઈ
  • પાસના સ્નેહમિલનમાં સ્ટેજ ઉપરના બેનરમાં માત્ર હાર્દિકનો ફોટો હોવાથી કથીરિયાના સમર્થકો ઉશ્કેરાયા

અમદાવાદઃ પાસના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પાસ ટીમ દ્વારા અમદાવાદના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે છૂટાહાથની મારામારી થઇ હતી. સ્ટેજ ઉપર અને કાર્યક્રમ સ્થળે લગાવાયેલા બેનરોમાં માત્ર હાર્દિક પટેલનો ફોટો હોવાથી ગિન્નાયેલા અલ્પેશના સમર્થકોએ ધાંધલ મચાવી હતી.

પરિણામે સ્નેહમિલન કાર્યક્રમ સમરાંગણમાં ફેરવાઇ ગયો હતો. કાર્યક્રમના સ્થળે હાર્દિક પટેલના ફોટા સાથે મુખ્ય મહેમાન હાર્દિક પટેલ એવું લખેલા બેનરોને લઇને સુરતથી આવેલા અલ્પેશ કથીરિયાના સમર્થકો રોષે ભરાયા હતા અને કાર્યકરોમાં વિવાદ સર્જાયો હતો. હાર્દિક પટેલ કાર્યક્રમ સ્થળે પહોંચ્યો એ વખતે રોષે ભરાયેલા કાર્યકરોએ બેનર ફાડવાનો પ્રયાસ કર્યો હતો. પાર્ટી પ્લોટના ડેકોરેશનની પણ તોડફોડ કરવાના પ્રયાસ કર્યા હતા.

એક સમયે કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી પણ થઇ હતી. ખુદ હાર્દિક પટેલ સ્ટેજની નીચે ઉતરીને મામલો થાળે પાડવા પહોંચ્યો હતો. આખરે સુરતથી આવેલા અલ્પેશ કથીરિયાના સમર્થકો કાર્યક્રમ સ્થળ છોડીને રવાના થયા હતા. આ પછી સ્નેહમિલન સમારોહ આગળ ચાલ્યો હતો. અલ્પેશના સમર્થકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે સમાજ માટે અલ્પેશ બે વખત જેલમાં ગયો ત્યારે સાચો હીરો તે હોવા છતાં તેનો ફોટો કે ઉલ્લેખ સુધ્ધાં બેનરમાં નથી. હાર્દિક સમાજનો ઉપયોગ કરીને સમાજની મંજૂરી વિના રાજકારણમાં જોડાઇ ગયો છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App