અક્ષયપાત્ર / આજે PM મોદીએ વૃંદાવનમાં અક્ષયપાત્રનું 300 કરોડમું ભોજન પિરસ્યું

મોદી સાથે રામ નાયક, યોગી આદિત્યનાથે ભોજન પીરસ્યું
મોદી સાથે રામ નાયક, યોગી આદિત્યનાથે ભોજન પીરસ્યું
X
મોદી સાથે રામ નાયક, યોગી આદિત્યનાથે ભોજન પીરસ્યુંમોદી સાથે રામ નાયક, યોગી આદિત્યનાથે ભોજન પીરસ્યું

  • ચંચલપતિ દાસ દ્રારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું

Divyabhaskar.com

Feb 12, 2019, 08:15 PM IST

અમદાવાદઃ આજે વૃંદાવનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્રારા પુરૂં પાડેલ ત્રણ અબજ ભોજન સેવાની સિમાચિહ્નરૂપ સિધ્ધિની યાદગીરીરૂપે મથુરામાં આવેલ અક્ષયપાત્રના પ્રાંગણમાં યોજાયેલ ઉજવણીમાં ભાગ લીધો હતો.

1. જાણીતા રાજકીય મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો
વડાપ્રધાનની સાથે સમારંભમની ઉજવણીમાં ઉત્તરપ્રદેશના ગવર્નર રામનાયક અને માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાગ લીધો હતો. આ ઉજવણીમાં ઉત્તરપ્રદેશના માનનીય વિજમંત્રી શ્રીકાંત શર્મા, ઉત્તરપ્રદેશ સરકારના ડેરી વિકાસ, ધાર્મિક બાબતો, સંસ્કૃતિ, લઘુમતી કલ્યાણ, મુસ્લિમ વાક્ફ અને હજના માનનીય મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી અને મૂળભૂત શિક્ષણ, બાળ વિકાસ અને પોષણ, આવક અને નાણાના રાજયના ઈન્ચાર્જ માનનીય શ્રીમતી અનુપમા જૈસવાલ વિગેરે જાણીતા રાજકીય મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો.
મથુરાના સંસદસભ્ય હેમા માલિની, ગોવર્ધનના ધારાસભ્ય કરીંદા સિંઘ,મંતના ધારાસભ્ય શ્યામ સુંદર, બતદેવના ધારાસભ્ય પુરન પ્રકાશ અને મથુરા-વૃંદાવન નગરના મેયર મુકેશ આર્ય બંધુએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચેરમેન શ્રી મધુપંડિત દાસ, વાઈસ ચેરમેન શ્રી ચંચલાપતિ દાસ, ઈન્ડીપેન્ડટ ટ્રસ્ટી શ્રી મોહનદાસ પાઈ, બીજા ટ્રસ્ટીશ્રીઓ અને અધિકારીઓ અને બીજા પ્રદેશના પ્રમુખશ્રીઓ હાજર રહ્યા હતા. 
કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણી વ્યક્તિઓ અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેઓ ફાઉન્ડેશનના સમર્થકો અને શુભચિંતકો છે અને પ્રારંભથી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે તેઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ અક્ષયપાત્ર ભોજન કાર્યક્રમના પ્રેરણાશ્રોત શ્રીલ પ્રભુપાદને શ્રધ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરી. આ પછી વૃંદાવનના અક્ષયપાત્ર ભોજનના લાભાર્થીઓ દ્રારા આમંત્રણ આપવામાં આવ્યું. 
ચંચલપતિ દાસ દ્રારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું. ત્યારબાદ શ્રી રામ નાયક, શ્રી યોગી આદિત્યનાથ, શ્રી યોગી આદિત્યાનાથ, શ્રી મધુપંડિત દાસ અને શ્રી મોહનદાસ પાઈ દ્રારા પ્રવચનો આપવામાં આવ્યા.સમારંભમાં હાજર બધાજ મહાનુભાવોએ બાળકોને 300 કરોડ ભોજન ઉપલ્બધ કરાવવાની સિધ્ધિ હાંસલ કરવા બદલ અક્ષયપાત્ર ફાઉન્ડેશનને શુભેચ્છા પાઠવી અને સંસ્થાના આ ભગીરથ કાર્યમાં સહાય કરવાની નું વચન આપ્યું.
ફાઉન્ડેશન દ્રારા કરવામાં આવેલ આ પહેલને વડાપ્રધાનએ  ઔપચારિક 300 કરોડમું ભોજન પીરસીને ફાઉન્ડેશન પ્રત્યે તેમનું સમર્થન વ્યક્ત કર્યું હતુ. તેમણે સમારંભમાં હાજર જનમેદનીને સંબોધ્યું હતું અને ફાઉન્ડેશન દ્રારા ઉપલબ્ધ કરાવવામાં આવતા જુદુ-જુદા સ્થળોના લાભાર્થી બાળકો સાથે વિડિયો કોન્ફરસ દ્રારા વાર્તાલાપ કર્યો હતો. બાળકોના ઉત્સાહમાં વધારો કરતા પ્રધાનમંત્રીશ્રી દ્રારા તેમને ભોજન પીરસવામાં આવ્યું. 
મધુપંડિત દાસાએ આ સિધ્ધિ હાંસલ કરતા તેમની ખુશી વ્યક્ત કરી અને ભારત સરકાર, માનવ સંશાધન વિકાસ, વિવિધ રાજય સરકારો, કોર્પોરેટ્સ, દાતાશ્રીઓ, ભાગીદારો અને સમુદાય સહિતના તમામ હિસ્સેદારો પ્રત્યે તેઓના દ્રારા પુરૂં પાડવામાં આવતા સતત પ્રોત્સાહન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે દરેક શાળાના દિવસ દરમ્યાન બાળકોને ગરમ, પોષક, સલામત અને સ્વાદિષ્ટ ભોજન આપવા માટેની કટિબધ્ધતાને પુનરાવર્તિત કરી અને જણાવ્યું કે ફાઉન્ડેશન વિવિધ નવીન પહેલ દ્રારા મધ્યાહન ભોજનની પ્રભાવ વધારવા માટેના પ્રયત્નો કરશે. 
ફાઉન્ડેશન દ્રારા વર્ષ 2000માં શાળાઓમાં ભોજન ઉપલબ્ધ કરાવવાના પ્રોગામની શરૂઆત થઈને વર્ષ 2012 સુધીમાં 1 અબજ ભોજન ઉપલબ્ધ કરાવવાની ભવ્ય સિધ્ધિ હાંસલ કરવામાં આવી.ત્યાર બાદ ફાઉન્ડેશન દ્રારા વર્ષ 2016માં 2 અબજ ભોજન ઉપલબ્ધ કરાવવાની સિધ્ધિ હાંસલ કરવામાં આવી. જેની યાદગીરીના ભાગરૂપે તા. 27 ઓગસ્ટ, 2016 નો રોજ યોજેલ સમારંભ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ હાજરી આપી. 
અક્ષયપાત્રએ દુનિયાનું શાળાકીય મધ્યાહન ભોજન માટે કાર્યરત પ્રથમ એનજીઓ છે જેણે ક્યુમિલેટિવ 300 કરોડ ભોજન ઉપલબ્ધ કરાવવાની સિધ્ધિ હાંસલ કરી હોય. વર્ષ 2025 સુધીમાં દરેક શાળાકીય દિવસોમાં આશરે 5 મિલિયન (50 લાખ) બાળકોને ભોજન ઉપલબ્ધ કરાવવાના સિમાચિહ્નરૂપ ધ્યેયને અનુસરી રહ્યું છે. સરકારશ્રી, દાતાઓ અને અન્ય તમામ હિતધારકોની સહાયથી સંસ્થા “ ભારતમાં કોઈ પણ બાળક ભૂખને કારણે શિક્ષણથી વંચિત ના રહેવો જોઈએ” ના એવા મિશન સાથે કાર્ય કરી રહ્યું છે. 
9. અક્ષયપાત્ર ફાઉન્ડેશન વિશે
અક્ષયપાત્ર એ એક નફા-માટે-નહીં કામ કરનાર ઓર્ગેનાઈઝેશન છે. જે સરકારી અને સરકાર સહાયિત શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનો કાર્યક્રમ અમલમાં મુકી શાળા વર્ગખંડમાં કોઈ બાળક ભુખ્યું ન રહે અને બાળકો નિયમિત રીતે શાળાઓમાં આવે તે માટેના અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. વર્ષ 2000થી, ફાઉન્ડેશન દરેક શાળાના દિવસ દરમ્યાન વધુમાં વધુ બાળકો પોષણક્ષમ આહારનો લાભ તે માટે કાર્ય કરી રહ્યુ છે. ફાઉન્ડેશન લાખો બાળકોને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ટેકનોલોજીનો લાબ પણ સતત  લઈ રહ્યું છે. ફાઉન્ડેશનના “સ્ટેટ ઓફ આર્ટ કિચન” એ અભ્યાસનો વિષય બન્યો છે અને દુનિયાભરના જિજ્ઞાસુ મુલાકાતીઓને આકર્ષી રહ્યુ છે.
ભારત સરકાર અને વિવિધ રાજય સરકારો, અને ઘણા પરોપકારી દાતાઓ અને શુભચિંતકોના અનન્ય સહકાર થકી 5 શાળાઓના 1500 બાળકોને ભોજન પૂરુ પાડવાની કરવામાં આવેલ એક સૌમ્ય શરૂઆત બાદ અક્ષયપાત્ર સંસ્થાનો બહોળો વિકાસ થયો છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્રારા કાર્યરત મધ્યાહન ભોજનનો કાર્યક્રમ એ દુનિયાનો સૌથી મોટો (નફ-માટે-નહીં) શાળાકીય ભોજન કાર્યક્રમ છે જે 12 રાજયની આશરે 14,702 સરકારી શાળાઓના 17 લાખ 60 હજાર બાળકોને પોષણક્ષમ આહાર પુરો પાડે છે. ગુજરાતમાં સંસ્થાના હાલમાં અમદાવાદ, કલોલ, વડોદરા, સુરત, ભાવનગર અને ભુજ ખાતે કેન્દ્રીયકૃત રસોડા આવેલ છે. જે ગુજરાતભરના 4 લાખથી પણ વધુ બાળકોને શાળાકીય દિવસોમાં દરરોજ ભોજન ઉપલબ્ધ કરાવે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી