ધરપકડ / અમદાવાદમાં પબજી રમી રહેલા 4 અને હિંમતનગરમાંથી 12 ઝડપાયા

divyabhaskar.com | Updated - Mar 16, 2019, 02:35 AM
આરોપી
આરોપી
X
આરોપીઆરોપી

  • સેટેલાઈટ પોલીસે પબજી રમતા યુવાનોને પકડવા ખાસ ડ્રાઈવ યોજી 
  • ગેમ રમનારા સામે કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી ફોન જપ્ત કર્યા

અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશનરે પબજી ગેમ રમવા પર પ્રતિબંધ લાદી દીધા બાદ શુક્રવારે સાંજે સમગ્ર શહેરમાં પબજી રમતા યુવાનોને પકડવા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં સેટેલાઈટ પોલીસે એસજી હાઈવે પરથી 3 યુવાનોને જ્યારે રખિયાલ પોલીસે 1 યુવાનને પબજી ગેમ રમતા પકડી લીધા હતા.જાહેરમાં પબજી ગેમ રમતા યુવાનોને પકડવા માટે સેટેલાઈટ પીઆઈ મીનાબા ઝાલા અને ડીસ્ટાફના માણસો ખાનગી કપડામાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. જેમાં  પોલીસે ઈસ્કોન બ્રિજ પાસે શંભુ કાફે   બેસીને પબજી ગેમ રમી રહેલા વિપુલ ચૌધરી ને ઝડપી લીધો હતો.

ત્યારબાદ દેવાર્ક મોલ પાસેની ફૂટપાથ ઉપર બેસીને મોબાઈલમાં પબજી ગેમ રમી રહેલા શાહરુખભાઇ મહંમદ સફી કુરેશીને ઝડપી લીધો હતો. આ ઉપરાંત પ્રીતેશ ઠાકોરને ઈસ્કોન ચાર રસ્તા પરના સીસીડી બહારથી મોબાઈલમાં પબજી ગેમ રમતો પોલીસે પકડી લીધો હતો. આ ઉપરાંત રખિયાલ પોલીસે અર્બનનગર ચાર રસ્તા પાસેથીં પબજી રમી રહેલા સરફરાઝ શેખ પકડી લીધો હતો. પોલીસે ચારેય વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ અંગેનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી મોબાઈલ ફોન કબજે કર્યા હતા.

પબજી ડાઉનલોડ થતી રોકવા ગૂગલની મદદ લેવાશે
1.

રાજકોટ | પબજી ગેમ પર પ્રતિબંધ પછી રાજકોટ પોલીસે બે દિવસમાં 19 યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પબજી ગેમ મોબાઇલ પર ડાઉનલોડ જ થાય નહી તે માટે પોલીસ ગુગલના સંચાલકોને પત્ર લખી જરૂરી પગલાની વિનંતી કરશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, પબજી પરનો પ્રતિબંધ સમાજ માટે આવશ્યક છે. પોલીસ દ્વારા દરરોજ જુદા-જુદા સ્થળોએ ચેકિંગ કરી પબજી રમતા યુવકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિદ્યાર્થીની બાતમીને આધારે કાર્યવાહી
2.સાબરકાંઠા બીડીવીઝન પોલીસ ધ્વારા ગુરૂવારે સાંજે બસ સ્ટેન્ડમાંથી 5 સગીર વિદ્યાર્થી અને શુક્રવારે અેડીવીઝન પોલીસે હડીયોલ રોડ પરની હોસ્ટેલના કમ્પાઉન્ડમાંથી 7 યુવાનોને ગેમ રમતા ઝડપી પડયા હતા.અેડીવીઝન પીઅાઇ અે.ટી. પટેલે જણાવ્યુ હતુ કે ઇશાવાશ્યમ હોસ્ટેલમાં તપાસ હાથ ધરતા અેક વિદ્યાર્થી દ્વારા જાણવા મળ્યુ હતુ કે કેટલાક વિદ્યાર્થીઓ કમ્પાઉન્ડમાં નીચે બેસી ગૃપમાં પ્રતિબંધિત ગેમ રમી રહ્યા છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App