તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Paper For 9 Thousand Recruitment Exams Got 90 Thousand Papers

LRD પેપરલીક/9 હજારની ભરતી માટેની લોકરક્ષક પરીક્ષાનું પેપર 90 હજારને મળ્યું હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: લોકરક્ષક દળની 9 હજાર જગ્યા માટે પરીક્ષાનું પેપર 90 હજાર ઉમેદવાર સુધી પહોંચ્યું  હોવાની વાતે જોર પકડ્યું છે. દરેક ઉમેદવાર પાસેથી 20 હજાર લીધા હોવાનો અંદાજ લગાવાય તો પણ આ કૌભાંડનો આંકડો 18  કરોડ સુધી પહોંચે છે. આ પેપર ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા તથા બનાસકાંઠામાં પહોંચ્યું હોવાનું પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે.

પ્રત્યેક ઉમેદવાર પાસેથી 20 હજાર લેવામાં આવ્યા હતા, જવાબો  અમદાવાદ ઉપરાંત સાબરકાંઠા-બનાસકાંઠા પહોંચ્યા હતા

 

પોલીસે તપાસનો દોર પાંચેય જિલ્લામાં હાથ ધર્યો છે. આ આંતરરાજ્ય કૌભાંડ હોવાના કારણે જ ગાંધીનગર પોલીસ દ્વારા આ તપાસમાં પાંચ જિલ્લાની એસઓજી ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ તથા ત્રાસવાદ વિરોધી દળને તપાસમાં સામેલ કરવામાં આવી હતી. જો કે આ પેપર એટલું વહેતું થયું હતું કે, પોલીસ ખુદ હાલ મૂંઝવણમાં છે અને આ અંગે કોઇ ચોક્કસ આંકડો કહી શકવાની સ્થિતિમાં નથી.

લોકરક્ષક દળની 9 હજાર જગ્યા માટે 9 લાખ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. 2જી ડિસેમ્બરના રોજ આ પેપરની પરીક્ષા યોજવામાં આવી હતી. તે પહેલાં  જ પેપર લીક થઇ જતાં પરીક્ષા રદ કરાઇ  હતી. જો કે આ પરીક્ષા હવે 6ઠ્ઠી જાન્યુઆરીએ લેવામાં આવશે.તપાસ દરમિયાન આરોપીઓએ એક પછી એક વ્યક્તિને પેપર પહોંચાડ્યું હોવાની કડીઓ ખૂલતી જાય છે. પરિણામે જ પોલીસની તપાસ રાજ્યના પાંચ જિલ્લા જેવા કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠા તથા બનાસકાંઠા જિલ્લા સુધી લંબાતી જાય છે. બીજી તરફ આ પેપર ફોડનારા દિલ્હી, ગુંડગાંવ, ઉપરાંત હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી રેલો પહોંચી રહ્યો છે. 

 

પેપર લીક અંગે પોલીસ હજુ સુધી મૂંઝવણમાં

 

આ આરોપીઓ પાસેથી પેપર વહેતું થયું હોવાની પોલીસને માહિતી પ્રાપ્ત થઇ છે એટલે જ પોલીસને શંકા જન્મી છે. વિનીત માથુર તથા અશોક સાહૂની રિમાન્ડ અરજીમાં પેપર વહેતું થયું છે કે નહીં તે દિશામાં તપાસ કરવાની વાત રજૂ કરી છે. પેપર અંદાજે 50 હજારથી વધુ લોકો સુધી પહોંચ્યંુ હોવાનો પોલીસ આડકતરો સ્વીકાર કરે છે. પરંતુ સત્તાવાર રીતે પોલીસ તપાસ ચાલુ હોવાથી હાલ કેટલા લોકો સુધી પેપર પહોંચ્યું હશે તેના ચોક્કસ આંકડા અંગે કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો